Abtak Media Google News

એલઓસીથી કચ્છ સુધીની એક હજાર કી.મી. લાંબી સરહદ પર હરામી લોકોએ ઘુસણખોરી  માટે બનાવેલી ભુગર્ભ સુરંગોને શોધી કાઢવા સેનાએ ખાસ અભિયાન હાથ ધર્યું

મોદી સરકારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવતા પોતાની આતંકની દુકાન બંધ થઈ જતા પાકિસ્તાન રઘવાયું બન્યું છે. ભારતીય સેનાએ સરહદો સીલ કરી દીધી હોય આતંકવાદી તત્વોની ઘૂસણખોરી અશકય બનતા પાકિસ્તાન આ મુદે આતંરરાષ્ટ્રીય કક્ષાએ ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં પણ સફળતા ન મળતા હવે, અવનવા ગતકડા અજમાવીને કાશ્મીરમાં રહેલી શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ડ્રોન દ્વારા પંજાબની સરહદમાં હથિયારોનો ઉતારેલો જથ્થો પકડાઈ જતા પાકની નવી તરકીબ ખૂલ્લી થઈ જવા પામી છે. જેની, ભારતીય સેનાએ આવા પ્રયાસોને નાકામિયાબ બનાવવા એલઓસીથી લઈને પાકિસ્તાન સાથેની તમામ સરહદો પર રેડએલર્ટ જાહેર કર્યું છે. જયારે ભૂગર્ભ સુરંગો બનાવીને કરવામાં આવતી ઘૂસણખોરીને ડામવા સેનાએ એક હજાર કી.મી. લાંબી સરહદ પર ખાસ ચેકીંગ અભિયાન હાથ ધર્યું છે. પંજાબમાં ચાઇનીઝ ડ્રોન દ્વારા પાકિસ્તાને હથિયાર ઉતારવાની ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. કેન્દ્રએ સેના અને બીએસએફને આખા ભારત-પાકિસ્તાન સરહદ અને એલઓસીની સુરક્ષા માટે સૂચના આપી છે. આ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોને સરહદ પર બાજ નજર રાખીને કોઈ પણ હવાઈ ઘૂસણખોરી પર નજર રાખવા સુચના આપવામાં આવી છે. પરમ દિવસે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદી મોડ્યુલના ખુલાસા બાદ ડ્રોન દ્વારા હથિયાર સપ્લાય કરવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં જ પંજાબના તરણ-તરણ જિલ્લામાં ૪ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી એકે -૪૭ સહિતના અનેક હથિયારો મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ શસ્ત્રો સરહદ પારથી જીપીએસ-ફીટ ડ્રોનની મદદથી પૂરા પાડવામાં આવ્યા છે.

પંજાબ પોલીસે આ અંગે જણાવ્યું કે, પાકિસ્તાનથી અત્યાર સુધીમાં જીપીએસ ફીટ ડ્રોન ભારતીય સરહદમાં સાત વાર ઘુસણખોરી કરી ચુકી છે. આ ડ્રોન દ્વારા દર વખતે ૧૦ કિલો સુધીનો માલ મોકલી શકાય છે. આમાં શસ્ત્રો, દારૂગોળો, બનાવટી ચલણનો સમાવેશ થાય છે. આ ખાલિસ્તાની આતંકીઓ પાસેથી પોલીસે આ તમામ ચીજો કબજે કરી છે. સેના અને બીએસએફ અધિકારીઓએ કહ્યું કે સર્વેલન્સ ચોકી પર સૈનિકો અને જવાનોને ખૂબ જાગૃત રહેવાની સૂચના આપવામાં આવી છે.

બીએસએફના એક અધિકારીએ કહ્યું, તેમના માટે ડ્રોન દ્વારા હયિાર મોકલવાની આ નવી રીત છે. આ નવી પદ્ધતિ દ્વારા તેઓ ભારતને શસ્ત્રો, દારૂગોળો મોકલી રહ્યા છે. અમે અમારા સૈનિકોને આંતરરાષ્ટ્રીય સરહદ પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સૈનિકોને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક કોઈપણ ડ્રોનને ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કુપવાડા, બારામુલ્લા, પૂંચ અને રાજૌરીના સરહદી વિસ્તારોમાં સેનાએ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. એવી આશંકા છે કે સરહદ પારથી આતંકવાદી ઘૂસણખોરી થઈ શકે છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આલોકસિંહે ડ્રોન દ્વારા શસ્ત્રોની સપ્લાય કરવાના અહેવાલો પર કહ્યું હતું કે આ સમયે ચિંતા કરવાની કંઈ નથી.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જ્યારે ડ્રોન દ્વારા શસ્ત્ર પુરવઠાની વાત પ્રકાશમાં આવી ત્યારે દરમિયાનગીરી કરવાની અપીલ કરી હતી. અમરિન્દરસિંગે ટ્વીટ કર્યું હતું કે, સરહદ પારથી પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને કારતુસ તોડી પાડવાની તાજેતરની ઘટના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈઓને હટાવ્યા બાદ પાકિસ્તાનની બેફામ યોજનાઓનું નવું અને ભયાનક પરિમાણ છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે આ ડ્રોન સમસ્યાનો ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાની ડ્રોન દ્વારા વિસ્ફોટક સામગ્રી ભારતીય સીમામાં મોકલવામાં આવ્યા બાદ એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર સતર્કતા વધારવામાં આવી છે. આર્મી અને બીએસએફએ ઓલઆઉટ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સીમાની દેખરેખ રાખતી ટુકડીઓને બાજનજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય. ટીમોને આદેશ આપવામાં આવ્યા છે કે કોઇ ડ્રોન ઘુસણખોરી કરતું દેખાય તો તુરંત તોડી દેવામાં આવે.

આર્મીના અધિકારીએ જણાવ્યું કે આપણી સેના કોઇ પણ ડિવાઇસની ઓળખ કરી તેને તોડી પાડવામાં સક્ષમ છે. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ૯ અને ૧૬ સપ્ટેમ્બર વચ્ચે ૮ ચાઇનીઝ ડ્રોનથી ૮૦ કિલો વિસ્ફોટક સામગ્રી પંજાબ અને જમ્મૂ-કાશ્મીરમાં મોકલવામાં આવી હતી. વધુમાં આર્મી અને બીએસએફના અધિકારીઓઅ જણાવ્યું કે જમ્મૂ, સાંબા, કઠુઆ, રાજૌરી, પૂંછ, બારામૂલા અને કુપવાડાની વોચપોસ્ટમાં ટુકડીઓને વધારે સતર્કતા રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

અધિકારીઓ પ્રમાણે ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન હવે વિસ્ફોટક અને હથિયાર મોકલવા માટે નવો કિમીયો અપનાવી રહ્યું છે. આતંકવાદીઓની ઘુસણખોરી રોકવા માટે ચિનાબ નદીમાં વોટર પેટ્રોલિંગ ટીમોને તહેનાત કરવામાં આવી છે. આ પહેલા ગુપ્તચર વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું કે વાયુસેનાના ૫ એરબેઝ પર ફિદાયીન હુમલાની આશંકા છે. જૈશ-એ-મોહમ્મદના ૮ થી ૧૦ આતંકવાદી જમ્મૂ-કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારમાં હુમલાને અંજામ આપી શકે છે. તે સિવાય પાકિસ્તાની સેના જમ્મૂ-કાશ્મીરમાં ધડાકા કરવા માટે અફઘાનિસ્તાનના આતંકીઓની ભરતી કરી રહી છે.

બીજી તરફ સીમાસુરક્ષા દળ દ્વારા આધુનિક સાધન સામગ્રી અને વિજ્ઞાનીક ઉપકરણોની મદદથી સીમાવર્તી વિસ્તારમાં સાફસફાઈ ખોદાણ અને સારકામ દ્વારા સરહદીય વિસ્તારમાં ત્રિસ્તરીય કાંટાળીવાળ બનાવવાની કામગીરી હાથ ધરાય છે. પાકિસ્તાન સાથેની નિકટવર્તી સરહદીય વિસ્તારમાં બંકરોની શોધખોળ હાથ ધરી છે. ઈન્ટેલીજીયન્સ બ્યુરો દ્વારા અપાયેલી બાતમી મુજબ જમ્મુના મોરચા ઉપર સીમાપારથી ગુપ્ત રસ્તાઓ વાટે ભારતની સરહદ પાર કરી શકાય તેવી ભૂગર્ભ સુરંગોનું અસ્તિત્વ હોવાની બાતમી મળવાને પગલે સીમાસુરક્ષા દળે આ વ્યાપક અભિયાન હાથ ધરીને સુરંગોની તલાશ અને તપાસ હાથ ધરી છે.

કઠુંઆ શાંબા જેવા જમ્મુના સીમાવર્તી વાડ વાળા વિસ્તારોમાં સુરંગ વિરોધી સાધન સામગ્રીથી ઉંડા ખાડા અને બોર કરીને સુરંગોની શકયતા વાળા વિસ્તારમાં વ્યાપક તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે જ જમ્મુના આરએસપૂરા સેકટરમાંથી પકડાયેલા પાક યુવાનની ધરપકડ બાદ અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. સરહદ પર ચકલુય ન ફરકે તેવી અભેદ ત્રણ સ્તરની વાડ હોવા છતા મો. અમીન નામનો માણસ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને જમ્મુના ગામડા સુધી પહોચી ગયાના પગલે સેનાએ આ અભિયાન હાથ ધર્યું છે. સરહદના કેટલાક વિસ્તારોમાં બીએસએફના આ સુરંગશોધને અટકાવી દેવા પાકિસ્તાની દળો અંધાધૂધ ગોળીબાર કરીને સેના સુરંગ શોધ અભિયાનને અટકાવવાના નાકામ પ્રયાસો કરે છે. તેમ બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતુ.

ભારતીય સીમા સુરક્ષાદળે સરહ પરની ગુપ્ત સુરંગો શોધ માટે ભૂગર્ભ સેન્સર જેવા આધુનિકરણની મદદ લેવાઈ રહી છે. સીમાસુરક્ષા દળે પાકિસ્તાન સાથે જોડાયેલા પંજાબ અને જમ્મુમાં ભુગર્ભ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને સંભવિત ઉંડી ગુપ્ત સુરંગોની શોધ માટે આ વર્ષનાજુલાઈ મહિનાથી જ મહા અભિયાન હાથ ધરીને હજારોની સંખ્યામાં સાધન સપન્ન સૈનિકોને કામે લગાડવામાં આવ્યા છે. ૧લી જુલાઈથી સુદર્શન નામથી એક મહાઅભિયાન શરૂ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલી અલેઓસીથી કચ્છ સુધીની ૧૦૦૦ કિમી આંતરરાષ્ટ્રીય સરહદના વિસ્તારો ભૂગર્ભ સુરંગોની શોધખોળ શરૂ કરી હતી.

૨૦૧૨થી અત્યાર સુધીમાં બીએસએફ અને સેનાની વિવિધ ટુકડીઓએ સીમાપારથી ખોદવામાં આવેલી અને ભારતમાં ખૂલતી છ જેટલી ભુગર્ભ સુરંગો કે જેનો દુશ્મન દેશ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં ઘૂસાડવા માટે ઉપયોગ કરતુ હતુ આ સપ્તાહના પ્રારંભે જ સેના અધ્યક્ષ બીપીન રાવતે જણાવ્યું હતુ કે પાકિસ્તાને ફરીથી બાલાકોટ આતંકી કેમ્પ શરૂ કરીને ૫૦૦ જેટલા આતંકીયોને ગમે ત્યારે ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે તૈયારી રાખ્યા હોવાનું ગુપ્તચરે સચોટ માહિતી આપતા સેના સજજ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.