Abtak Media Google News

અબતક, રાજકોટ

આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન સતત મસ્ત મોટા માથાઓ ઉપર લાલ આંખ કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં હાથ ધરાયેલા સર્ચ અને સર્વે ઓપરેશન માં પણ અનેક બેનામી વ્યવહારો પણ સામે આવ્યા છે. ત્યારે આ ગતિવિધિ ને ચાલુ રાખતા આવકવેરા વિભાગ દ્વારા સુરત ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં વિભાગ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે તવાઈ બોલાવવામાં આવી છે અને 30 જેટલા સ્થળો ઉપર કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. આ અને સર્વે ઓપરેશનમાં રાજકોટ ના પણ આઇટી વિભાગના અધિકારીઓ નો સમાવેશ થયો છે અને આ જ વહેલી સવારથી જ આ તમામ સ્થળો પર આઇટી વિભાગના કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે તવાઈ, અનેક બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા

કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસ દ્વારા સતત એ વાત ઉપર મૂકવામાં આવતું હોય છે કે જે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કર ચોરી કરવામાં આવે તો તેને ધબક થાય ત્યારે આવકવેરા વિભાગ સતત આ જ મુદ્દે કાર્ય કરી રહ્યું છે અને કરચોરો પર પોતાની લગામ લગાડી રહ્યું છે.

બીજી તરફ અમદાવાદ બાદ સુરત ખાતે પણ આજે વહેલી સવારથી દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના અન્ય બિલ્ડરો ઉપર પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે હજુ પણ આ સરળ અને સર્વેની કામગીરી વધુ ચાલે તેવી શક્યતા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ એ વાત પણ સામે આવે છે કે આ સર્ચ અને સર્વેની કામગીરીમાં ખૂબ મોટા બેનામી વ્યવહારો પણ સામે આવશે અને બિલ્ડરો ના બેંક ખાતાઓ ને પણ સિઝ કરવામાં આવી શકે છે.

સર્ચ અને સર્વેની કામગીરીમાં રાજકોટ આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા હોવાની શક્યતા

સુરત ખાતે જે દરોડા પડ્યા છે તેમાં રાજકોટ સહિતના અનેક શહેરો ના આઇટી વિભાગના કર્મચારીઓ જોડાય છે અને એક સાથે 30 જેટલા મહત્વપૂર્ણ સ્થળો પર દરોડા પાડયા હોવાનું સામે આવ્યું છે. તે આગામી દિવસોમાં પણ આવકવેરા વિભાગ દ્વારા આ કામગીરી અને કાર્યવાહી ચાલુ રહેશે તેવા સ્પષ્ટ સંકેતો સામે આવ્યા છે બીજી તરફ સુરત ખૂબ જ સમૃદ્ધ શહેર હોવાથી અને પ્રકારના બેનામી વ્યવહારો સામે આવે તો નવાઈ નહીં.

સાથો સાથ આ પ્રકારના દરોડા  થી અન્ય લોકો પણ ગભરાહટ જોવા મળે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે અને સરકારની આવકમાં વધારો થશે. આઈટી દ્વારા જે સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટી વાત એ પણ સામે આવે છે કે જે રકમ છુપાવવામાં આવી છે કે અથવા જે કાળા નાણાં સામે આવશે તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે બીજી તરફ આઇ.ટી.ના દરોડા યાત્રી સ્થળો પર પહોંચ્યા છે તે સર્વેના લોકરોને  પણ સિઝ કરી દેવામાં આવશે. બીજી તરફ તે વાત પણ સામે આવે છે કે જે રિયલ એસ્ટેટના બિલ્ડરોને ત્યાં દરોડા પડ્યા છે તેને સાથે જોડાયેલા અન્ય લોકો પણ અવાય બોલાવાય તો નવાઈ નહીં

બેનામી વ્યવહારો ઉપર લગામ લગાવવા આવનારા સમયમાં પણ કાર્યવાહી શરૂ રહેશે

સીબીડીટી અને કેન્દ્ર સરકાર દ્વારા સતત એ વાતની ચિંતા કરવામાં આવતી હોય છે કે દેશમાં જે કાળા નાણાં અને બેનામી વ્યવહારો થઈ રહ્યા છે તેના ઉપર અંકુશ કેવી રીતે લગાવવામાં આવે છે જેથી આ પ્રકારના કોઈપણ ઇનપુટ મળતાની સાથે જ વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. સર્વે દરમિયાન પણ અનેક નવીનતમ ખુલાસા થતાં હોય છે અને સર્ચની કામગીરી માં પણ ખૂબ મોટા બેનામી વ્યવહારો જોવા મળે છે ત્યારે સુરત બાદ હવે અન્ય સ્થળો પણ આવકવેરા વિભાગના દરોડા પડે તો નવાઈ નહીં પરંતુ હાલના તબક્કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે સુરત ખાતે જે દરોડા પડ્યા છે તેનાથી સરકારને ખૂબ મોટો ફાયદો પહોંચશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.