Abtak Media Google News

મદ્રાસ હાઈકોર્ટે ઉપયોગમાં ન લેવાયેલી ઈનપુટ ટેકસ ક્રેડિટ ઉપર આપ્યો ચુકાદો

સરકાર માટે હરહંમેશ જીએસટી આવકનું મુખ્ય સ્ત્રોત રહ્યું છે પરંતુ જે સમયથી જીએસટીની અમલવારી શરૂ થઈ છે ત્યારથી જીએસટી ભરનાર લોકોને ઘણી તકલીફ અને અસમંજસની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પછી ભલે રીફંડના પ્રશ્ર્ન હોય કે ઈનપુટ ટેકસ ક્રેડિટના પ્રશ્ર્ન હોય આ તમામ મુદાઓને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે વીકેસી ફુટસ્ટેપ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ઈનપુટ ટેકસ ક્રેડિટ પરનું રીફંડ કલેઈમ કરવા માટેની મંજુરી આપી હતી પરંતુ એવો જ એક કિસ્સો મદ્રાસ હાઈકોર્ટમાં સામે આવ્યો હતો કે, ઈનપુટ ટેકસ ક્રેડિટ ઉપર રીફંડ કલેઈમ નહીં કરી શકાય તેવું મદ્રાસ હાઈકોર્ટે તેના ચુકાદામાં જાહેર કર્યું છે. બંને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં વિરોધાભાસ દેખાતો હોવાથી હવે આ મુદો સુપ્રીમ કોર્ટમાં જશે ત્યાં સુધી કોઈપણ ઉધોગપતિ કે વ્યકિત વિશેષ કે જે જીએસટી સાથે નોંધાયેલા છે તેઓ રીફંડ કલેઈમ ઈનપુટ ટેકસ ક્રેડિટ પર નહીં કરી શકે.

જીએસટીના વિશેષજ્ઞોનું માનવું છે કે ઈ-કોમર્સ કંપની પાસે ઈનપુટ ટેકસ ક્રેડિટને લઈ સૌથી વધુ રૂપિયા જમા પડેલા છે જેથી રીફંડ માટે ઈ-કોમર્સ કંપની સૌથી વધુ પ્રમાણમાં કલેઈમ કરી રહી છે. ઈનપુટ ટેકસ ક્રેડિટની જો વાત કરવામાં આવે તો જે કોઈ ઉત્પાદકો ઉત્પાદન પહેલા જે ચીજવસ્તુઓની ખરીદી કરી છે અને તેના પર જે ટેકસની ચુકવણી કરે છે તે આઉટપુટ એટલે કે વેચાણ સમયના ભાવમાંથી બાદ કરી ખરીદી કરતી વેળાએ ભરવામાં આવેલો કર તેઓને ઈનપુટ ટેકસ ક્રેડિટ મારફતે રીફંડ મળતું હોય છે. મદ્રાસ હાઈકોર્ટના જણાવ્યા મુજબ ઈનપુટ ટેકસ ક્રેડિટની ગણતરી કરતા સમયે ઈનપુટ સર્વિસને ધ્યાને લેવામાં આવતુ નથી જેથી કોઈપણ વ્યકિત ટેકસ ક્રેડિટને કલેઈમ નથી કરી શકતો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ધ્યાને લઈ એવું પણ માનવામાં આવ્યું છે કે, સેકશન ૫૪ (૩) મુજબ જે કાર્યવાહી થવી જોઈએ તે મુદાને ગુજરાત હાઈકોર્ટે ધ્યાને ન લેતા ઈનપુટ ટેકસ ક્રેડિટને કલેઈમ કરવા માટેનો હુકમ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા અંગે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈપણ ઉધોગપતિ ઈનપુટ ટેકસ ક્રેડિટના રીફંડનો કલેઈમ નહીં કરે. હાલ બંને હાઈકોર્ટ દ્વારા જે ચુકાદા આપવામાં આવ્યા છે તે વિરોધાભાષી હોવાના કારણે કરદાતાઓને ઘણીખરી તકલીફ અને અસમંજસનો સામનો પણ કરવો પડે છે જેથી આવનારા સમયમાં સુપ્રીમમાં દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ જ યોગ્ય નિર્ણય લઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.