Abtak Media Google News

કોરોના મહામારી પૂર્વે દેશભરમાં તમામ વ્યવહારો સામાન્ય રીતે ચાલી રહ્યા હતા પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલી બનાવાયું હતું. લોકડાઉનને કારણે તમામ ઉધોગ-ધંધા, આવક-જાવક સહિતના તમામ વ્યવહારો ઠપ્પ થયા હતા. લોકડાઉન પૂર્વે જે મુસાફરોએ હવાઈ યાત્રાની ટીકીટ બુક કરાવી હતી પરંતુ લોકડાઉન અમલી બનતા તેમણે મુસાફરી કરવાનું ટાળ્યું હતું. કારણકે તે સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરી પણ બંધ અવસ્થામાં હતી જેથી મુસાફરોની ટીકીટના પૈસા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ થઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે પ્રજાહિતને ધ્યાને રાખી લોકડાઉન દરમિયાનની કેન્સલ થયેલી હવાઈ ટિકિટોના પૈસા રીફંડ આપવા એરલાઈન્સને આદેશ કર્યો છે.

૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ દરમિયાન ૨૫ માર્ચથી ૫ મે દરમિયાન મુસાફરી કરવા માટે ટીકીટો બુક કરાવી હોય તે મુદ્દે વિવિધ વિમાન સેવા કંપનીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નાગરીક ઉડ્ડયન મંત્રાલયના મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટ સમક્ષ સોગંદનામું રજુ ૧૫ દિવસમાં એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટોને ૧૫ દિવસમાં નાણાનું રિફંડ ચુકવી દેવાશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

લોકડાઉન દરમિયાનની વિમાનની ટીકીટો રિફંડ અને પરત નાણા ચુકવવા અવઢવ દુર કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટોને તાત્કાલિક એવા મુસાફરોની ટિકિટોનું રિફંડ ચુકવી દેવા આદેશ કર્યો છે કે જેમણે માર્ચ ૨૫ થી ૧૪ એપ્રિલ દરમિયાન, ૨૫મી માર્ચથી ૩ મે દરમિયાન મુસાફરી કરવા માટે ટિકિટો બુકિંગ કરાવી હોય વિવિધ વિમાન સેવા કંપનીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મહાનિર્દેશકે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોગંદનામુ રજુ કરી માહિતી આપી હતી કે, એપ્રિલ-૧૪ પછીની બુક થયેલી ટીકીટો માટે એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટોને ૧૫ દિવસમાં નાણાનું રિફંડ ચુકવી દેવાશે.

નાગરિક ઉડ્ડયન દ્વારા ઉડાન ભરનારાઓની અનુકુળતાએ આ ચુકવણી કરવાની રહેશે તેમ છતાં ડીજીસીએ દ્વારા ઘરેલુ વિમાની કંપનીઓને આવકની પરિસ્થિતિ અને આર્થિક સ્થિતિને લઈને ૧૪મી એપ્રિલ પછીની ટીકીટોનું રિફંડ ચુકવવાનું સુચવ્યું છે. જો આર્થિક તંગીના કારણે વિમાની કંપનીઓ આવુ કરવા સમર્થન ન હોય તો તેમને સમાન દરના ક્રેડિટ શેર બુક કરાવનાર મુસાફરોના નામે ઈસ્યુ કરવાની સવલત આપી છે. આ ક્રેડિટ શેર ધિરાણ રસીદની મુદત માર્ચ ૩૧ ૨૦૨૧ સુધીમાં કોઈપણ રૂટ ઉપર મુસાફરી માટેની પસંદગીનો વિકલ્પ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ડીજીસીએ એમ જણાવ્યું હતું કે જો ગ્રાહક ક્રેડિટ શેર ધિરાણ રશિદની કિંમતથી વધુ કિંમતની કે ઓછી કિંમતની ટિકિટો ખરીદવા માંગતા હોય તો તેમણે ૧૫ દિવસમાં સરભર વ્યવહાર કરી લેવાનું રહેશે.

વિદેશી સંચાલકો માટે ક્રેડિટ શેરની વ્યવસ્થા નથી. ડીજીસીએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાનની ટીકીટો માટેના ક્રેડિટ શેર ૩૦મી જુન સુધી ૦.૫ ટકાના વધારા સાથે રહેશે ત્યારપછી દર મહિને ૦.૭૫ ટકા લેખે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી જયાં સુધી ટીકીટની ખરીદીનો વહિવટ ન થતે ત્યાં સુધી ચુકવવાના રહેશે. આ ધિરાણ રસીદ ક્રેડિટ શેર મુસાફર પોતાની પસંદગીના અન્ય વ્યકિત કે અન્ય એર લાઈન્સમાં બદલી શકશે. આ માટેનું વ્યવસ્થાપન ઉભુ કરવામાં આવ્યું છે જો કોઈ પેસેન્જર ક્રેડિટ શેર ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ન વાપરે તો તેને એરલાઈન્સ દ્વારા પુરી રકમનો રિફંડ ચુકવી દેવામાં આવશે. ટિકિટ બુક કર્યા પછી કોઈ પેસેન્જરનું મૃત્યુ થયાના કિસ્સામાં તેમના વારસદારોને પુરેપુરુ વળતર આપી દેવામાં આવશે.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ન્યાયમૂર્તિ અશોક ભુષણ, આર.એસ.રેડ્ડી અને એમ.આર.શાહની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, ડીજીસીએ દ્વારા તમામ એરલાઈન્સને આ યોજના પર અમલ કરવાનું જણાવી દેવાયું છે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયા, ગો-એર, એર ઈન્ડિયા એકસપ્રેસ, વિસ્ટ્રા, એર એશિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટના પ્રતિનિધિઓને સાથે ચર્ચા કરીને આ યોજનાનો અમલ કરવા તાકિદ કરી છે. વિશ્ર્વની મહામારીની પરિસ્થિતિમાં આ વ્યવસ્થા માટે નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા નવું માળખુ ઉભુ કરીને લોકડાઉન દરમિયાન બુક થયેલી ટિકિટોનું રિફંડ ચુકવવાનું સરકારે આદેશ જારી કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.