ચાલુ નાણાંકિય વર્ષમાં જ પ0 લાખ કરદાતાઓને રૂ.80 હજાર કરોડના રીફંડ ચૂકવાયા

47.53 લાખ કેસમાં આવકવેરાના રૂ. 19,699 કરોડના રીફંડ જયારે 1.63 લાખ કેસમાં કોર્પોરેટના 60,387 કરોડના રીફંડનું ચૂકવણું

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાઓને રૂ.80,000 કરોડથી વધુના રિફંડ ચૂકવાયા છે. ડાયરેક્ટ ટેક્સ સેન્ટ્રલ બોર્ડ (સીબીડીટી)એ અંગે માહિતી આપી છે. સીબીડીટી કે જે આવક વેરા વિભાગ માટે પોલીસે ઘડવાનું કામ કરે છે. તેણે ગઈકાલે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં 50 લાખ કરદાતાઓને રૂપિયા 80 હજાર કરોડનું રિફંડ ચૂકવાયું છે.

જેમાં આવક વેરાના 47,53,254 કિસ્સાઓમાં રૂ 19.699 કરોડના રિફંડ અને રૂ 1,63,021 કેસોમાં 60.387 કરોડ કોર્પોરેટ ટેક્સ રિફંડ કરાયો છે.

CBDT 1લી એપ્રિલ 2021થી 27 સપ્ટેમ્બર, 2021 સુધી 49.16 લાખથી વધુ કરદાતાઓને 80,086 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ ચુકવ્યું છે. આમાં AY (આકારણી વર્ષ) 2021-22 ના 20.92 લાખ રિફંડનો સમાવેશ થાય છે, જે 1611.45 કરોડ રૂપિયા છે.