Abtak Media Google News

 

 

મીડિયા સાથે સંવાદ સાધવો દરેક પક્ષ માટે અનિવાર્ય: હિતેન્દ્ર કનોડીયા

પ્રદેશ ભાજપ મીડિયાના પ્રવકતા હિતેન્દ્ર કનોડીયા, સહ પ્રવકતા જુબીનભાઇ આશરા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મીડિયા પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિત ભાજપ આગેવાનો કાર્યકરો અને પ્રિન્ટ-ઇલેકટ્રોનિકસ મીડિયાના પ્રતિનિધિઓ પત્રકારો ફોટોગ્રાફરો રહ્યા ઉપસ્થિત

અબતક, રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા દ્વારા રાજકોટના પત્રકારો પ્રતિનિધિઓ સાથે એક વિચાર-ગોષ્ઠિનો કાર્યક્રમ પ્રદેશ ભાજપના આગેવાનોની ઉ5સ્થિતિમાં યોજાયો હતો.સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મીડિયા સેલના પ્રવકતા હિતેન્દ્ર કનોડીયા, અને પ્રદેશ ભાજપ મીડિયા સેલના સહ પ્રવકતા જુબીનભાઇ આશરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, નિીતીન ભુત, સુરેશભાઇ પરમાર વિગેરે ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિચાર, ગોષ્ઠિ  પત્રકાર મિલન સમારોહ કાર્યક્રમમાં ઉ5સ્થિત પ્રેસ ચેનલના પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા.લોકોના પ્રશ્ર્નો મીડિયા કર્મીઓ પાસેથી જાણી સાંભળી સરકાર સુધી પહોચાડી પ્રશ્ર્નો ઉકેલવાના શુભાશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મીડિયા કર્ર્મીઓએ શહેર જીલ્લાના અને ખાસ કરીને પ્રજાલક્ષી પ્રશ્ર્નોથી ઉ5સ્થિત પદાધિકારીઓને વાકેફ કર્યો હતો.મીડિયા કર્મીઓ પાસેથી પ્રજાકીય પ્રશ્ર્નો જાણી ઉપસ્થિત પ્રદેશ ભાજપ મીડિયા સેલના પ્રવકતા હિતેન્દ્ર કનોડીયાએ જણાવ્યું હતું કે સી.આર. પાટીલની સુચના માર્ગદર્શનથી અમો પ્રજાના પ્રશ્ર્નોથી વાકેફ થવા મીડિયા કર્મીઓને ખાસ મળવા માટે આવ્યા છીએ.

આજ અમે નહી તમો બોલો કારણકે મીડિયા કર્મીઓ જ ખરા અર્થમાં પ્રજાની સમસ્યાઓ વિશે વાકેફ હોય છે. કારણ કે મીડિયા કર્મીઓ જ પ્રજા વચ્ચે જતા હોય છે અને શહેર-જીલ્લામાં પ્રજાના પ્રશ્ર્નો શું શું છે તે અને તેને કેમ નિવારી શકાય એ મીડિયા કર્મીઓ અમારા કરતા વધુ જાણતા હોય છે એથી મીડિયા કર્મીઓ પાસેથી લોક સમસ્યાઓ જાણવાનો આ પ્રયાસ છે. મીડિયા સાથે સંવાદ સાધવો ખુબ જ જરુરી છે તેમ જણાવી સાંસદ અને ગુજરાતી ફિલ્મી અભિનેતા હિતેન્દ્ર કનોડીયાએ વધુમાં જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ પાસેથી પ્રજાના પ્રશ્ર્નો જાણી પ્રદેશમાં આ પ્રશ્ર્નોની ચર્ચા કરી પ્રશ્ર્નો ઉકેલવાના પ્રયાસો હાથ ધરાશે.આ કાર્યક્રમમાં શહેર-જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાના પ્રતિનિધિઓ પત્રકારો તથા કેમેરામેન મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહી શહેર જીલ્લાને સ્પર્શતા રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહીતના પ્રશ્ર્નોની ચર્ચા કરી આવા લોક પ્રશ્ર્નોને ઉકેલવા રજુઆતના સ્વરુપે માર્ગદર્શન આપેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.