Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા અને સૌરાષ્ટ્રઝોનના ઈન્ચાર્જ રામકિશન ઓઝાએ રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે દાવેદારી કરનાર  90 થી વધુ દાવેદારોને સાંભળ્યા બાદ પેનલ બનાવી સ્ક્રીનીયંગ કમિટી સમક્ષ રજૂ કરી દેશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણક્ષના આડે હવે ગણતરીના  દિવસો જ બાકી રહ્યા છે રાજયમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસે આ વખતે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે એડી ચોટીનું ઝોર લગાવ્યું છે. કોંગ્રેસના  પ્રતિક એવા ‘પંજા’ પરથી ચૂંટણી લડવા ઈચ્છુકોના તાજેતરમાં  બાયોડેટા લેવામાં આવ્યા હતા. જેમાં વિધાનસભાની 182  બેઠકો માટે  900થી વધુ દાવેદારોએ  દાવેદારી કરી છે. રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે 90 થી વધુ મૂરતીયાઓ છે દરમિયાન પ્રદેશ દ્વારા નિમાયેલા નિરીક્ષકો દ્વારા આજે રાજકોટ ખાતે  સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા અને સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના  ઈન્ચાર્જ  રામકિશન ઓઝા દ્વારા આજે રાજકોટ સ્થિત નાગર બોર્ડીંગ ખાતે રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પરથી  ચૂંટણી લડવા ઈચ્છુક  કોંગ્રેસના 90 દાવેદારોને વ્યકિતગત સાંભળ્યા હતા સવારે  10 કલાકથી સેન્સ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ એક  કલાક માટે  રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થતી પાંચ બેઠકો માટે પંજાના પ્રતિક પરથી  ચૂંટણી લડવા ઈચ્છુકોને  સાંભળવામાં  આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેરની ત્રણ બેઠકો માટે દાવેદારી કરનારાઓને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ  ત્રિવેદી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર ચૂંટણી લડવા માટે 90 થી વધુ દાવેદારોએ  પોતાની  દાવેદારી રજૂ કરી છે. દરમિયાન  પ્રદેશના  બે નિરીક્ષકો દ્વારા આજે દાવેદારોને રૂબરૂ સાભંળવામા આવ્યા હતા. હવે નિરીક્ષકો દ્વારા ચારણો મારી જીતી શકે તેવા ત્રણ ત્રણ અથવા પાંચ પાંચ ઉમેદવારોના નામોની પેનલ બનાવી સ્ક્રીનીંગ કમિટી  સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ઉમેદવારો નકકી કરવાની સંપૂર્ણ સતા સ્ક્રીનીંગ કમિટી પાસે છે.પ્રદેશ નિરીક્ષકોની ટીમે અલગ અલગ  ત્રણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ  કર્યા બાદ  હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારો ફાઈનલ કરવાની પ્રક્રિયા હાથ પર લેશે. આગામી એકાદ પખવાડીયામાં કોંગ્રેસ ઉમેદવારોના નામની પ્રથમ  યાદી જાહેર કરી દે તેવી સંભાવના રહેલી છે.

Img 20220923 Wa0082

રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પૈકી 68 રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના  પ્રતિક પરથી  ચૂંટણી લડવા માટે અશોકભાઈ ડાંગર,  દિપ્તીબેન સોલંકી, દિનેશ મકવાણા, ઈબ્રાહિમ સોરા, રાજેશ ગીલાણી,  ભરતભાઈ  બાલોદ્રા, નયનાબેન ભાલોદ્રા, વલ્લભભાઈ પરસાણા, ભાનુબેન   સોરાણી,  પ્રવિણભાઈ  સોરાણી, મકબૂલ દાઉદાણી, ઠાકરશીભાઈ  ગજેરા, અલ્પેશ ટોપીયા અને જીતેન્દ્ર રૈયાણી, 69- રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે  ઘરસંડીયા ગીરીશભાઈ, તુલતભાઈ પાનેરી,  ગોપાલ અનડકટ, ડો. જીજ્ઞેશ  જોશી,   રજતભાઈ સંઘવી અને ભાર્ગવીબા ગોહિલ  70 રાજકોટ દક્ષિણ બેઠક માટે હિેતેશ વોરા, મનિેષાબેન બુટાણી, અંકિત  બુટાણી,  ગોપાલ અનડકટ, ડો. હેમાંગ વસાવડા, અમરદાસ દેસાણી, કેતન તાળા અને ભાર્ગવ  પઢીયાર જયારે  71 રાજકોટ ગ્રામ્ય  વિધાનસભા બેઠક પરથી  કોંગ્રેસના  પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે નરેશ પરમાર,  વાલજીભાઈ બથવાર, નરેન્દ્ર સોલંકી,  પ્રવિણ ચૌહાણ,  સુરેશ બથવાર,  નરેશ સાગઠીયા, હર્ષાબેન મકવાણા,હિંમતભાઈ મયાત્રા, શાંતાબેન  મકવાણા,  હર્ષદભાઈ મકવાણા, વીજયભાઈ  મકવાણા,  અશોક વાળા,  રવજીભાઈ ખીમસુરીયા, સરોજબેન રાઠોડ, ગોવિંદભાઈ વઘેરા,  વિશાલ  વઘેરા,  બળવંત વોરા,  રમેશભાઈ મુછડીયા અને ગીતાબેન મુછડીયા  સહિત 19 દાવેદારો છે.

જયારે રાજકોટ જિલ્લાની  72 વિંછીયા, જસદણ, વિધાનસભા બેઠક માટે ભોળાભાઈ ગોહિલ,  અવસરભાઈ નાકીયા, વિનુભાઈ  ધડુક,  રણજીત ગોહિલ, વિનુભાઈ  મેણીયા,  પ્રવિણ  ગાબુ, વિપુલ  બાવળીયા, ધીરજ શિંગાળા, અરવિંદ તલસાણીયા, મનસુખ  સાકરીયા, ડો. મનસુખ સાકરીયા, સુરેશ ગીડા,  અમરશી ચૌહાણ,  ધીરૂભાઈ ખોખરીયા,  અને ધીરૂભાઈ  છાયાણી જયારે  73 ગોંડલ વિધાનસભા બેઠક માટે  લલીતભાઈ પટોડીયા, આશિષ કુંજડીયા, યતીશ દેસાઈ, કિશોર વિરડીયા, દિપક પટેલ, નિમેષ રૈયાણી, સંદિપ હિરપરા, બાપાલાલસિંહ ચૂડાસમા અને ધર્મેશ  બુટાણીયા  74 જેતપુર જામકંડોરણા બેઠક માટે કિરીટભાઈ પાનેલીયા, દિપકકુમાર વેકરીયા, દેવેન્દ્ર વઘાસીયા, દિપકભાઈ પટેલ, અનિકેત બાવીસા, ભાવેશ હિરપરા, નરેન્દ્રભાઈ પટેલ,  ચેતનભાઈ ગઢીયા,  ગોવિંદભાઈ ડોબરીયા, અને શારદાબેન   વેગડા જયારે  75 ઉપલેટા-ધોરાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના  પ્રતિક   પરથી ચૂંટણી લડવા માટે   દેવેન્દ્ર ધામી, લાખાભાઈ  ડાંગર,  ભાવનાબેન  ભૂત,   પ્રવિણભાઈ દલસાણીયા, જેઠાભાઈ આહિર,  વલ્લભભાઈ બલવા, નારણભાઈ  સેલાણા,  ભગવાનભાઈ બાબરીયા, અને ડો. ઉર્વશીબેન  પટેલ સહત  રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે કોંગ્રેસમાં 90 દાવેદારો છે.જેની આજે  પ્રદેશ આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. આ 90 દાવેદારોમાં  ચારણો મારી બેઠક દીઠ ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે.

દાવેદારો પ્રદેશ કાર્યાલયે પણ રૂબરૂ સાંભળાશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં  પંજાના પ્રતિક પરથી ચૂંટણી લડવા 182 બેઠકો માટે કોંગ્રેસના 900થી વધુ કાર્યકરો-આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.દરમિયાન  પ્રદેશ દ્વારા  બનાવવામાં આવેલી કમિટી દ્વારા આજથી જિલ્લા વાઈઝ દાવેદારોને રૂબરૂ સાંભળવાની  પ્રક્રિયા શરૂ કરી  દેવામા આવી છે.આજે રાજકોટમાં વિધાનસભાના વિપક્ષી નેતા  સુખરામ  રાઠવા અને સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ રામકિશન  ઓઝાએ  જિલ્લાની  આઠ બેઠકો પરથી   ચૂંટણી લડવા ઈચ્છુકોને સાંભળ્યા હતા દરમિયાન  આગામી બુધવારે  દાવેદારોને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રૂબરૂ  પણ સાંભળવામાં આવશે.

બેઠક દીઠ 3-3 નામોની પેનલ  બનાવવામાં આવશે

ગુજરાત વિધાનસભાની આગામી  ચૂંટણીમાં  કોંગ્રેસ માટે વાતાવરણ  પ્રમાણમાં સારૂ છે. રાજયમાં છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી  કોંગ્રેસ પણ આ વખતે   ગંભીરતાથી તૈયારીઓ કરી રહી છે. તાજેતરમાં ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો અને આગેવાનોનાં બાયોડેટા લેવામાં આવ્યા હતા. જેમાં 182 બેઠકો માટે 900 દાવેદારોને ચૂંટણી લડવાની ઈચ્છી વ્યકત  કરી છે. જેને હવે રૂબરૂ  સાંભળવામાં આવી રહ્યા છે.સ્ક્રીનીંગ કમિટી દ્વારા વિધાનસભાની દરેક બેઠક માટે  ત્રણ ત્રણ નામોની એક પેનલ બનાવવામાં આવશે જે  ઈલેકશન કમિટી સમક્ષ  રજૂ કરાશે દાવેદારની જીતની સંભાવના  સહિતના  પાસાઓ ચકાસ્યા બાદ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારના નામની ઘોષણા  કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.