Abtak Media Google News

 

ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપના સંગઠન હોદ્દેદારો, સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા-મહાનગરોના પ્રમુખો સાથે વિશેષ બેઠક: પક્ષના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે વિસ્તુત ચર્ચાઓ

 

અબતક-રાજકોટ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરી સત્તારૂઢ થવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંગઠનના હોદ્ેદારો, ભાજપના તમામ ધારાસભ્યો, લોકસભાના સાંસદો અને રાજ્ય સભાના ભાજપના સાંસદો, જિલ્લા અને મહાનગરોના પ્રમુખ સાથે એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પક્ષના આગામી કાર્યક્રમો તથા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તુત ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામને ચૂંટણલક્ષી હોમવર્ક પણ આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે.

વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ રિઝવવા માટે વિવિધ કાર્યક્રમો આવી રહ્યા છે, સત્તાધારી પક્ષ ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીતવાના ઇરાદા સાથે ઘણા સમયથી તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા ઝોન વાઇઝ અને જિલ્લા વાઇઝ અલગ-અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કમલમ ખાતે સવારે પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્ેદારો, ભાજપના તમામ સંસદ સભ્યો, ભાજપના તમામ ધારાસભ્યો અને જિલ્લા અને મહાનગરોના પ્રમુખ સાથે એક વિશેષ બેઠક યોજી હતી. જેમાં મહાનગરોના મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખો પણ હાજર રહ્યા હતાં.

રાજકોટમાંથી આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર ડો.પ્રદિડ ડવ, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ , લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠકમાં પક્ષના આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો વ્યાપ વધે તે માટે પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાર્યક્રમોને ચૂંટણીલક્ષી કામગીરી માટે તૈયાર રહેવા પણ તાકીદ કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.