શ્રી કમલમ્ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાના હસ્તે ધ્વજવંદન

Republic day celebration
Republic day celebration

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા આજે પ્રજાસતાક દિન નિમિતે ધ્વજ વંદનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય,

શ્રી કમલમ્ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનાં વરદ હસ્તેક પ્રદેશ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં

યોજાયો હતો.

આ ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, પ્રદેશ મીડીયા સેલ ક્ધવીનર હર્ષદ પટેલ, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી સહિત પ્રદેશ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.