Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની આવક શરૂ

ગોંડલ,જામકંડોરણા, જસદણ, પડધરી, વિંછીયા, જેતપુર, લોધીકા, કોટડા, ધોરાજી વગેરેનો સમાવેશ

ધરતીપુત્રોને અથાગ શ્રમ ઉઠાવી મેળવેલ ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે જણસોની ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ કવીન્ટલના રૂા. 5550 ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 57579 ખેડુતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમાં ગોંડલના  10919, જામકંડોરણાના 9272, જસદણના  5856, પડઘરી 4571, વીંછીયાના 4193, જેતપુરના 4987, લોધીકાના 2888, કોટડાના 3795, ધોરાજીના 4304, રાજકોટ તાલુકાના 2301 તથા ઉપલેટા તાલુકાના 4493 ખુડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જે પૈકી 336 ખેડુતોને મગફળી વેંચાણ માટે એસ.એમ.એસ. કરાઇ ગયેલ છે.

16.26 મેટ્રીક ટન મગફળી ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે વેંચાણ અર્થે આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.