Abtak Media Google News

આઝાદીના 76માં વર્ષના મંગલ પ્રવેશને યાદગાર બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં કલેકટર

ભારત દેશ 15મી ઓગસ્ટ,2022ના રોજ આઝાદીના 76માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને પડધરી તાલુકાના તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં થનાર છે. જે અન્વયે આજરોજ કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Img 20220813 Wa0027

વધુમાં કલેકટરએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વધુમાં કલેકટરએ સર્વે અધિકારીઓને આઝાદીના 76માં વર્ષના મંગલ પ્રવેશને યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા.

Img 20220813 Wa0025

આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે. બી. ઠક્કર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીઓ, જવાહર નવોદય વિદ્યાલયનો સ્ટાફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.