Abtak Media Google News

જીવનના દરેક પગથિયે મનુષ્ય જોડાય જાય છે એક સંબંધ સંગાથે. તે સંબંધ ક્યારેક હોઇ વિશ્વાસનો કે પછી વાત્સલ્યતનો. દરેક સંબંધ તેને શીખવે પોતાની એક ઢબથી કઈક જીવનમાં નોખું-અનોખું . તે કરાવે મનુષ્યને મનુષ્યતાનો મેળ અને બનાવે એક જીવન. ગમતાને વધુ ગામડે અને ના ગમતા પોતાની રીતે જીવતાં શીખવે એ આ સંબંધ.

દરેક મનુષ્યને એક સંબંધ અનેક રીતે પોતાની સાથે જોડી દે  છે. મનુષ્ય સાથે માનવતા એટલે જીવન,માં સાથે મમતા એટલે પ્રેમ,પિતા સાથે વિશ્વાસ એટલે એકતા,બહેન સાથે વાત એટલે કરુણા,ભાઈ સાથે દોસ્તી એટલે હુફ. આ દરેક સંબંધ મનુષ્યના જીવનમાં પોતાની રીતે મનુષ્યને જોડી તેને ઓળખી તેનામાં રહેલી આવડત તથા એક સંબંધ સાથે જીવન જોડી દે છે. દરેક સંબંધના સિક્કાની જેમ બે પાસા હોય છે. જેમાં એક હોય નફરત તથા બીજો પ્રેમ. જીવનના દરેક સંબંધ એક દોરી સમાન હોય જે જીવનને જોડી દે અથવા ક્ષણમાં છૂટા પણ કરી નાખે છે. પ્રેમ એ હમેશા હોવા જરૂરી છે સંબંધોમાં લાંબુ રાખવું હોય તો અને નફરત એ સમજાવી ખૂબ અગત્યની છે કારણ તેના થાકીજ કોઈ પણ વ્યક્તિ પોતાના માટેનો પ્રેમ મેળવી શકે છે.

આ બે પાસા જો કોઈ વ્યક્તિ સરળતા વળે સમજી જાય તો તેના સંબંધો અને તેના જીવન સાથેના દરેક પ્રશ્નોનું હલ આવી જાય છે. કારણ દરેક પ્રશ્ન ક્યાક પ્રેમ સાથે તો જોડતા જ હોય છે,અને પ્રેમનો જવાબ ક્યારેક નફરત વળે આવશે પણ તે અંતે કોઈ પણ ક્ષણએ તે પ્રેમની પરિભાષા પોતાની રીતે ક્યાક દેખાશે અથવા આવશે તો ખરી. આ સંસારમાં પ્રેમ અને નફરત બંને પાસા હોય જ છે પણ જો દરેક સંબંધને પ્રેમ સાથે જોડીએ તો જીવનએ કઈક  અનોખુ બની જાય છે. નફરત તો એક પ્રેમનો બીજો પાસો છે જે જીવનને પોતાની રીતે વ્યક્તિને બદલવી નાખે છે, પણ પ્રેમ તે દર ક્ષણ જીવનને એક નવા જ સંબંધ સાથે જોડી દે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.