ગોંડલ એસટી ડેપોના કર્મચારીનો આરામ ફરમાવતો વીડિયો અને ફોટા વાયરલ થયા

એસટી ડેપોના કેટલાક કર્મચારીઓ બેદરકાર હોવાની વારંવાર અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ગોંડલ એસટી ડેપોમાં ટીસી તરીકે ફરજ બજાવતાં કર્મચારી ચાલુ કરજે દરમ્યાન આરામ ફરમાવતા હોય સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

વિડિયો અને ફોટોની સાથે સાત શુદ્ધ ગુજરાતીમાં આવું લખાણ પણ મૂકવામાં આવ્યું છે “ગોડલ ડેપોમા ટી.સી.તરીકેની ફરજ દરમ્યાન ફરજ પરના ટી.સી. કેવી હાલતામા ફરજ બજાવે છે, જે આપ જોઈ શકો છો, આના પરથી એવુ સાબિત થાય છે કે ગોંડલ ડેપોમાં ત્રણ ત્રણ ઈન્સપેક્ટરો અને એક ડેપો મેનેજર હોવા છતા કોઈ અધિકારીઓ ની વહીવટ ઉપર પકડ નથી અને તેઓ ફકત મોટા પગાર વસુલ કરવામાં જ પોતાની ફરજ સમજે છે, ટી.સી. ઓફિસ ના ટેબલ ઉપર જે પસે કાળા કલર નુ દેખાય છે તેમા આશરે એક લાખ થી વધારે કંડકટરોની કેશ આ મહાશયે લઈ ને તેમા રાખેલ હશે, આમ મુસાફરો અને એસ.ટી. ની કેશ બધુ ભગવાન ભરોશે ચાલતુ આ ગોંડલ ડેપોનુ તંત્ર ઉધમા ઝડપી પાડેલ છે, ડ્રાઈવર તેમજ કંડકટરો રાત દિવસ ઉજાગરા અને મહેનત કરી ને નફા તરફ લઈ જવાની કોશીષ કરે છે અને બીજિ તરફ આ મહાનુભાવ આરામ ફરમાવિને એસ.ટી.નો પગાર વસુલે છે.આ અંગે ડેપો મેનેજર અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓને કોઈ વિડીયો કે ફોટોગ્રાફ્સ જોવામાં આવ્યા નથી જો આવી કોઈ ફરિયાદ આવશે તો તપાસ હાથ ધરવામાં આવશે