પ્રતિક ગાંધીની ફિલ્મ ‘શીમી’ રીલીઝ, પિતા-પુત્રીની અનોખી કહાનીની અનોખી દાસ્તાન

નિ:શુલ્ક પણે દર્શકો માણી શકશે આ ફિલ્મ એમેઝોન શોપીંગ એપ્લીકેશન પર એમેઝોન મીની ટીવી ઓપ્શન

સ્કેમ 1992 થી વિશ્વભરમાં લોકચાહના મેળવનાર આપણા જ પોતાના પ્રતીક ગાંધી જેઓ હાલ તેમના કાર્યક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરી રહ્યાછે. માત્ર ગુજરાતી સિને જગત જ નહિ પરંતુ હિન્દી ફલ્મ્સમાં પણ તેઓની કારકિર્દી જોવા મળી રહી છે. લોકોએ તેમના તમામ કિરદારને જબ્બર પ્રતિસાદ આપ્યો જ છે ત્યારે બોલિવૂડમાં લીડ રોલ તરીકે ભવાઈમાં તો જોવા મળશે સાથો સાથ તેઓની નવી  ફિલ્મ “શીમી” 17 સપ્ટેમ્બરના રોજ એમેઝોન શોપિંગ એપ્લિકેશન પર એમેઝોન મીની ટીવી પર નિ:શુલ્ક તમામ લોકોને જોવા મળી રહે એમ રિલીઝ કરવામાંઆવી છે!

એમેઝોન મીની ટીવી પર આ ફિલ્મ લોન્ચ થઇ છે તો દરેક લોકો આ મુવીનો આનંદ માળી શકશે. આના માટે કોઈ સબસ્ક્રિપશનની જરૂરનથી ત્યારે લોકોએ પેહલા જ દિવસે આ ફિલ્મને ખુબ લોકચાહના આપી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ફિલ્મની જો વાત કરીયે તો પ્રતીક ગાંધી અને તેમના સાથે ચાહત તેવાની એક બાપ-દીકરી વિશેની પ્રેમાળ અને અનોખી કહાનીમાં કિરદારનિભાવી રહ્યા છે! આ ફિલ્મનું પ્રોડક્શન શીખ્યા પ્રોડક્શન દ્વારા થયું છે જે એક “હોમ ગ્રોન પ્રોડક્શન” છે!