વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી વિશેષાંકનું વિજયભાઇ રૂપાણીના હસ્તે વિમોચન

વિશ્વકર્મા પરિવારને દીપોત્સવી પર્વની શુભકામના વ્યક્ત કરતા વિજયભાઈ રૂપાણી

કલા-કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતા વિશ્ર્વકર્મા પરિવારના એકમાત્ર મલ્ટી મીડિયા મેગેઝીન વિશ્ર્વકર્મા વિશ્ર્વના દીપોત્સવી વિશેષાંકનું ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતું. રાજકોટની ક્ધયા છાત્રાલયના ચેરમેન જગુભાઈ ભારદીયા, વિશ્ર્વકર્મા વિશ્ર્વના તંત્રી પ્રવીણ ગજ્જર અને અંકિત ભારદીયા પણ વિમોચન સમયે સાથે રહ્યા હતા.

આ શુભ અવસરે વિજયભાઇ રૂપાણીએ 19 ઓકટોબર મનુષ્ય ગૌરવ દિને રમ્ય એડ/પબ્લીકેશનના 20માં જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી. સાથોસાથ રમ્ય પબ્લીકેશન દ્વારા પ્રકાશીત વિશ્ર્વકર્મા વિશ્ર્વ ફેબ્રુઆરી-ર3માં 20માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને પ્રિ દશાબ્દી વર્ષનું ઉજવણીનું આયોજન છે ત્યારે આ આયોજનને પણ શુભેચ્છા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ દીપોત્સવી પર્વ નિમિત્તે દેશ-વિદેશના વિશ્ર્વકર્મા પરિવારને દીપોત્સવી પર્વની શુભેચ્છા આપી નવા વર્ષે સમાજ સમૃદ્ધિના નવા શિખરો સર કરે તેવી પણ શુભેચ્છા આપી હતી.