વિશ્વસનીયતા મેળવનાર એપલનું વેચાણ ભારતમાં ‘ડબલ’ થયું

નાણાકીય વર્ષ 2020માં એપલ ફોન ના વેચાણમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો

અબતક, નવીદિલ્હી

ભારત દેશમાં વિવિધ કંપનીઓના મોબાઈલ ફોન જોવા મળે છે તેમાં જ જો કોઈ કંપનીના મોબાઈલ ફોનનું વેચાણ વધતું હોય તો તે એપલનું છે. આ તકે સીઈઓ ટીમ કૂકે જણાવતાં કહ્યું હતું કે એપલ નું વેચાણ ભારત દેશમાં ડબલ થઇ ચૂક્યું છે. અને વર્ષ ૨૦૨૦માં વેચાણમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. એપલના ફોન ઉપર વિવિધ કંપનીઓ દ્વારા રિસર્ચ કરવામાં આવતું હોય છે જેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જુલાઈથી સપ્ટેમ્બર ના સ્વરમાં વેચાણમાં 212 ટકાનો વધારો થયો હતો અને ૩૦,૦૦૦ થી ઉપરના ફોનમાં 44 ટકા જેટલો શેર એપલનું હોવાનું ખુલ્યું હતું જે આગામી સમયમાં સતત વધતો રહેશે.

બીજી તરફ પ્રીમિયમ મોડલ માં એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે જે એપલ ફોન ની કિંમત ૪૫ હજારથી વધુની છે તેમાં ૭૪ ટકાનો માર્કેટ શેર જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે એન્ડ્રોઇડ ફોન ના વેચાણમાં ઘટાડો આવવાનું કારણ શુ ક્યારે એકમાત્ર એપલ જ પ્રકારના મોબાઇલ ફોન બનાવે છે જેની સિક્યુરિટી ખૂબ જ સારી છે અને તેને કોઈપણ હેક અથવા તો તોડી શકતું નથી જેના પરિણામે લોકો એપલ ફોન લેવાનું વધુ પસંદ કરે છે ભલે તેના ભાવમાં સતત વધારો થતો હોય કંપનીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે apple ફોનનું વેચાણ વધશે અને તેનો સીધો ફાયદો કંપનીને પહોંચીને કારણ કે એપલ માટે ભારત સૌથી મોટું માર્કેટ સાબિત થયું છે.