Abtak Media Google News

ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરીટી ‘ટ્રાઈ’ (ટીઆરએઆઈ)એ રીલાયન્સ કોમ્યુનિકશન્સને ગ્રાહકોની બેલેન્સ ડીપોઝીટ રીફંડ હજુ સુધી ન આપવા સબબ ફટકાર લગાવી છે.ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માએ અનિલ અંબાણીની કંપની રીલાયન્સ કોમ્યુનિકશન્સને ચેતવણી જારી કરી છે કે કાં તો ગ્રાહકોની બેલેન્સ અને સીકયુરીટી ડીપોઝીટ પરત કરો અથવા દંડાત્મક સજાત્મક પગલા માટે તૈયાર રહો.

શર્માએ કંપનીને પાઠવેલી નોટિસમાં લખ્યું છેકે આ અનૈતિક અને અન્યાયી છે. તમે ગ્રાહકો સાથે બરાબર નથી કર્યુ.જો કે હજુ સુધી રીલાયન્સ કમ્યુનિકેશને ‘ટ્રાઈ’ની નોટિસ અંગે હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી ઉલ્લેખનીય છે કે આર.કોમે ડીસેમ્બરથી મોબાઈલ ટેલીફોન સર્વીસ બંધ કરી છે.

કારણ એ છે કે કંપની પર દેણુ છે.શર્માએ આર.કોમે ગ્રાહકોને ચૂકવવાનાં રીફંડ અંગે રફ ગણતરી આપતા જણાવ્યું કે આશરે ૫ કરોડ ગ્રાહકોની વણવપરાયેલી બેલેન્સ અગર રૂ.૩૦ હોય તો પણ આર.કોમે ૧૫૦ કરોડ રૂપીયાનું રીફંડ આપવું પડે. જો કે હજુ સુધી શર્માને કંપની તરફથી કોઈ આંકડો મળ્યો નથી.શર્માએ આર.કોમને મોકલેલી નોટીસમાં ચોકકસ સમયમાં ટ્રાઈને રીપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.