Abtak Media Google News

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ની એફએમસીજી શાખા અને સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ક્નઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ  અને  પ્રકાશ પી પાઈ, અનંત પી. પાઇ તથા લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપની સંપૂર્ણ માલિકીની કંપની લોટસ ચોકલેટ કંપની લિમિટેડ  વચ્ચે આજે હસ્તાંતરણના કરાર કરવામાં આવ્યા હતા, જેની શરતો આ મુજબ રહેશે:

આર.સી.પી.એલ. લોટસના વર્તમાન પ્રમોટર અને પ્રમોટરના જૂથ પાસેથી 65,48,935 ઇક્વિટી શેર્સ પ્રતિ શેર રૂ.113.00ની  એકંદર કિંમતે કુલ રૂ. 74 કરોડમાં હસ્તગત કરશે, જે લોટસની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 51%  થાય છે;

આર.સી.પી.એલ. અને લોટસની અમુક પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઝ રૂ.10ની ફેસવેલ્યૂના 5,07,93,200 નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર તે જ કિંમતે સબ્સ્ક્રાઇબ કરશે;

આર.સી.પી.એલ. લોટસના પબ્લિક શેરહોલ્ડર્સને સેબીના ટેકઓવરના નીતિનિયમો અનુસાર લોટસની ઇક્વિટી શેર મૂડીના 26.00% જેટલા 33,38,673 ઇકિવટી શેરો હસ્તગત કરવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ કરશે.

આ વ્યવહાર અંગે બોલતાં રિલાન્યસ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ લોટસ સાથે સહભાગિતા કરવા માટે ઉત્સાહિત છે જેમણે કુશળ વ્યવસાયી સૂઝબૂઝ અને દૃઢતા થકી મજબૂત કોકો અને ચોકલેટ ડેરિવેટિવ્ઝ બિઝનેસ બનાવ્યો છે. પોસાય તેવા ભાવે વ્યાપક ગ્રાહકોને સેવા આપવા માટે, સ્વદેશી રીતે વિકસિત દૈનિક ઉપયોગની ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને લોટસમાં કરેલું રોકાણ રેખાંકિત કરે છે. અમે લોટસની અત્યંત અનુભવી મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ કારણ કે અમે બિઝનેસને વધુ વિસ્તારીશું અને તેના વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવીશું.

લોટસના સ્થાપક અને પ્રમોટર શ્રી અભિજિત પાઈએ જણાવ્યું કે, અમને રિલાયન્સ સાથેની આ ભાગીદારીમાં પ્રવેશ કરવામાં આનંદ અનુભવાય છે. અમારી પાસે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન ક્ષમતાઓ અને પ્રતિભા થકી તમામ ક્ષેત્રના ગ્રાહકોના સમૂહમાં ’વલ્ર્ડ ક્લાસ ક્ધફેક્શનરી પ્રોડક્ટ્સ બિઝનેસ’ બનાવવાનું વિઝન છે. રિલાયન્સ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી આ રોકાણ થકી અમારા આ વિઝનને વધુ સક્ષમ બનાવશે અને લોટસના પરિવર્તનને વેગ આપશે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.