Abtak Media Google News

૯૦૫૩૦ ફુડ પેકેટો, ૫૮૦ ધાબળા, ૫૧૧૩ રસોઇ સામગ્રીની કિટ, ૨૭૦૦ નંગ કપડા અને ૪૮૫ કિવન્ટલ ઘાસચારાનું વિતરણ કર્યુ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. તેમજ તેની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી સહયોગી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા પુરની હોનારત સમયે રેપીડ એકશન ફોર્સની ઝડપે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિલાયન્સના સ્વયંસેવકો જરુરી સામગ્રી સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા અને કાંકરેજ તાલુકાઓના પુર પીડિતોની મદદ માટે દોડી ગયા હતા. મોબાઇલ હેલ્પલાઇન દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સફોર્સની મદદથી ૫૩ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા અને ૩૬૫૦ જેટલા લોકોને રાહત તથા બચાવ એજન્સીઓ સાથે સંવાદ કરાવી મદદ પૂરી પાડવામાં આવી હતી.૯૦,૫૩૦ ફૂડ પેકેટો, ૫૮૦ ધાબળા,  ૫૧૧૩ જેટલી રસોઇ સામગ્રીની કિટ, ૫૦ જેટલા રસોઇના સાધનોના સેટ, ૨,૭૦૦ નંગ કપડાતથા ૪૮૫ કિવન્ટલ ઘાસચારાનું વિતરણ કર્યુ હતું. જરુરી દવાઓ, ડોકટર તથા અન્ય સ્ટાફ ધરાવતી બે મોબાઇલ મેડીકલ યુનીટોની વ્યવસ્થા દ્વારા ધનેરા તથા આસપાસના ગામોમાં મેડીકલ સેવા પુરી પાડી હતી. આ સ્વાસ્થ્ય સેવા હેઠળ રુની, વોડા, જોરાવરપુર, યાવતપુરા સાંકડ અને સરળ ગામોમાં ૨૫૮૧ લોકોની સારવાર કરવામાં આવી હતી.હેલ્પલાઇન અંતરિયાળ ગામ ભાખરીના લોકો સુધી મદદ પહોંચી હતી. સ્વયંસેવકોએ પાણીમાં ૧ કીલોમીટર ચાલસને ૧૫૦૦ ફુડ પેકેટસનું વિતરણ કર્યુ હતું. વધુમાં કેટલાક ગામોમાં સગર્ભા મહીલાઓને આ હેલ્પ લાઇનની મદદથી દવાખાના સુધી પહોચાડવામાં આવી હતી.વધુમાં રિલાયન્સની ટીમે પશુપાલન વિભાગની ઓડીયો કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં પશુઓમાં આરોગ્ય અને રોય નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પશુઓના મૃતદેહોના નિકાલ તેમજ માનવ તથા પશુ આરોગ્યની સંભાળના મુદ્ાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત એક આરોગ્ય કેમ્પનું આયોજન કરીને પુર પીડીતો સુધી મેડીકલ સેવાઓ પહોચાડવામાં આવી હતી. ટુંકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ  લી. વધુ એક વખત કુદરતી આપદાના સમયે સરકારી વિભાગો તથા જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લોકોની હાલાકી દુર કરવા પ્રયાસો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.