- બેદરકારી કે બેવકૂફીની પણ “હદ” વટાવી!!!
- ભારત સંચાર નિગમ લિમિટેડને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સને ચૂકવવામાં આવતા મહેસૂલ હિસ્સાની ફીનો એક ભાગ કાપવામાં નિષ્ફળ જવાથી અન્ય રૂ.38.36 કરોડનું પણ નુકસાન ભોગવવું પડયું
રિલાયન્સ “જીઓ”ને 10 વર્ષ સુધી બિલ ન મોકલતા બીએસએનએલને અધધ…1757 કરોડની નુકશાની વેઠવી પડી છે.10 વર્ષ સુધી બિલ ન મોકલતા હવે આને બેદરકારી કે બેવકૂફી નહિ તેની પણ “હદ” વટાવી છે કેમકે બીએસએનએલ પહેલીથી જ નુકશાનીમાં ચાલી રહ્યું છે.કેગના રિપોર્ટ મુજબ બીએસએનએલએ રિલાયન્સ જીઓ સાથે ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા પર 10 વર્ષ સુધી કોઈ વસૂલાત કરી નથી, જેના કારણે સરકારને 1,757.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કેગએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સંચાર નિગમ લિમિટેડ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સને ચૂકવવામાં આવતા મહેસૂલ હિસ્સામાંથી લાઇસન્સ ફીનો એક ભાગ કાપવામાં નિષ્ફળ ગઈ જેના કારણે સરકારી કંપનીને 38.36 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીએસએનએલ મેસર્સ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ માસ્ટર સર્વિસ એગ્રીમેન્ટનો અમલ કરવામાં નિષ્ફળ ગઈ છે. બીએસએનએલ શેર્ડ ટાવર્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી વધારાની ટેકનોલોજી માટે બિલ આપ્યું નથી. આના પરિણામે મે 2014 અને માર્ચ 2024 વચ્ચે સરકારી તિજોરીને ₹1,757.76 કરોડનું નુકસાન થયું હતું અને તેના પર દંડાત્મક વ્યાજ પણ ચૂકવવું પડ્યું હતું. એવું પણ જાણવા મળ્યું કે બીએસએનએલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ ચાર્જ પણ ઓછો ચૂકવ્યો હતો.