Abtak Media Google News

ઓઇલથી રિટેલ ક્ષેત્રે પગદંડો જમાવનાર રિલાયન્સમાં હાલ 2.30 લાખ કર્મચારીઓ કાર્યરત

દેશની અર્થ વ્યવસ્થા જે રીતે દિન પ્રતિદિન આગળ વધી રહી છે તેને ધ્યાને લઇ ખાનગી કંપનીઓ પણ તે જ દિશામાં આગળ આવતી નજરે પડે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો રિલાયન્સ વિશ્વની વિશ્વમાં ક્રમ પર નિગમની છે અને ભારતની એકમાત્ર એવી કંપની છે કે જે સૌથી વધુ રોજગારી આપતી હોય ત્યારે હાલ રિલાયન્સમાં 2.30 લાખ કર્મચારીઓ હાલ કામ કરી રહ્યા છે. જે અંગેની જાહેરાત ફોર્બ્સ દ્વારા પણ કરવામાં આવેલી છે. જે યાદી બહાર પાડવામાં આવી તેમાં ટોપ ઉપર સાઉથ કોરિયાની સેમસંગ ત્યારબાદ માઈક્રોસોફ્ટ,આઈબીએમ ,આલ્ફાબેટ અને એપલનો સમાવેશ થાય છે. જે યાદી બહાર પાડવામાં આવી તેમાં યુએસની કંપનીઓ બીજાથી 12માં ક્રમ ઉપર જોવા મળી રહી છે જ્યારે બી એમ ડબલ્યુ ગ્રુપ 13 મા ક્રમ ઉપર છે કે જે લોકોને રોજગારી આપે છે.

રિલાયન્સની વાત કરવામાં આવે તો ફોર્બ્સની યાદીમાં તે 20માં ક્રમ ઉપર છે. રિલાયન્સ ઉતરોતર પ્રગતિ કરતી હોવાના કારણે તે જર્મનીની મરસીડીઝ બેંઝ, કોકા કોલા, હોન્ડા,.યામાહા અને સાઉદી આરએમકોનો સમાવેશ થાય છે. કોરોનાના સમયમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રચલિત કંપનીઓમાં રાજીનામાં કર્મચારીઓના લેવામાં આવ્યા હતા જ્યારે તે પરિસ્થિતિમાં રિલાયન્સની વાત કરવામાં આવે તો તે આંકડો ખૂબ જ ઓછો છે. કર્મચારીઓનું માનવું છે કે કોઈ એક મુદ્દાને અનુસરવામાં આવે તો કોઈ પણ સારી કંપનીમાં કામ કરવું ખૂબ જ સારું અને ઉપયોગી નિવડતું હોય છે. રિલાયન્સમાં ઉચ્ચ પગાર ધોરણની સાથે પૂરતા અને યોગ્ય વળતરો યોગ્યતા અને કામ કરવાની ખૂબ ઉપયોગી હોવાથી રિલાયન્સમાં કામ કરતા કર્મચારીઓને તેનો ઘણો લાભ અને ફાયદો મળતો હોય છે.

ફોર્બ્સ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 800 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના ઉપર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ તમામ કંપનીઓ ને તેની શાખ તેની અર્થવ્યવસ્થા તેની કલા અને કૌશલ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારીઓને ધ્યાને લેવામાં આવેલી છે જેના ઉપર આ તમામ સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને વિશ્વની ટોપ 20માં રિલાયન્સને પણ સ્થાન મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.