Abtak Media Google News

દેશના અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગ ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પરીવારની આજે યોજાયેલી વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા રિલાયન્સ ઉદ્યોગના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, માનવતાની રક્ષા કરવી એ વેપારથી વધુ મહત્વનું કાર્ય છે. કપરા સમયમાં અમે માનવતાની રક્ષા કરવા માટે પુરેપૂરા પ્રયત્નો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ કંપનીની કામગીરી ઘણી સારી રહી છે.

મુંબઈમાં રિલાન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભાને રિલાયન્સ પરિવારનું સંબોધન

જામનગરને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે રિલાયન્સ: 5000 એકર જગ્યા પર ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્ષનું નિર્માણ કરાશે

રિલાયન્સ દેશની સૌથી મોટી નિકાસકર્તા કંપની બની: મુકેશ અંબાણી

ત એજીએમથી આ એજીએમ સુધી કંપનીના કામગીરી ઘણી સુધરી છે. તેમણે રિલાયન્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સના નામ લઈ તમામનો પરિચય આપ્યો હતો. મુકેશ અંબાણીએ એવી મહત્વની જાહેરાત કરી હતી કે, કોરોના મહામારી વચ્ચે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 34.8 ટકાના દરે જોરદાર અને નોંધપાત્ર વિકાસ કર્યો છે અને દેશની સૌથી મોટી નિકાસકર્તા કંપની બની છે. તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે કંપનીએ 75000 લોકોને નોકરી આપી છે.

સૌથી વધુ જીએસટી અને વેટ ચુકવનાર કંપની રિલાયન્સ રહી છે. આ જ રીતે 2020-21માં રિલાયન્સે સર્વોતમ દેખાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત કોઈપણ પડકારોને પહોંચી વળી શકે છે અને જરૂર સાથે મળીને આપણે તમામ પડકારોને પહોંચી વળશું. તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, રિટેલ શેર ધારકોને કંપનીએ 4 ગણુ વળતર આવ્યું છે. જીઓ કંપનીએ 42.5 કરોડ ગ્રાહકો તેના ખજાનામાં ઉમેર્યા છે. 2020ની સાલ કંપની માટે ખુબજ શ્રેષ્ઠ રહી છે.

સૌથી વધુ જીએસટી અને વેટ ભરનાર કંપની

મહામારી વચ્ચે પણ કંપનીએ 34.8 ટકા જેવો જોરદાર વિકાસ સિદ્ધ કર્યો

નીતા અંબાણીએ જીઓ ઈન્સ્ટિટયુટ વર્તમાન વર્ષથી જ શરૂ થવાની ઘોષણા કરી: દેશની તમામ મહિલાઓને સાક્ષર બનાવવાનું લક્ષ્ય

રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં આજે મુકેશ અંબાણી કરેલી જાહેરાતોમાં આવતા સમયની માંગ અને સમયના તકાજાને ધ્યાને લઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એનર્જી પ્રોજેકટમાં આગામી 3 વર્ષમાં જ 75000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ 34.8 ટકાના કરેલા વિકાસથી 75,000ની નોકરીઓ સાથે આ વર્ષનું સૌથી ઉત્તમ પ્રદર્શન કરી સૌથી મોટી નિકાસકાર કંપની બની હોવાનું જાહેર કર્યું હતું. બિઝનેશની સાથે સાથે કંપનીએ સત્કાર્ય અને માનવતામાં પણ પુરેપુરી રૂચી દાખવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહામારી સહિતની સામાજીક આફતમાં માનવતાના કાર્યોમાં ક્યારેય પાછી પાની કરી નથી. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, દેશમાં એક પણ મહિલા નિરક્ષર ન રહે અને તમામ મહિલાઓનું 100 ટકાનું સાક્ષરતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વાર્ષિક સામાન્ય સભામાં કંપની સાથે વર્ષોથી જોડાયેલા વાય.એમ.ત્રિવેદીની નિવૃતિની જાહેરાત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આગામી સમય ઉર્જા, સંરક્ષણ અને તેના જતન માટેની ખ ેવના કરવાનો છે ત્યારે કંપની દ્વારા ગ્રીન એનર્જીના વધુ વિકાસ માટે નવી ટેકનોલોજી ઉપર કામ કરવા માટે તૈયાર છે. જામનગરમાં 5 હજાર એકરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી પાર્કનું ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સોલાર એનર્જી માટેના તમામ ઉપકરણોમાં મેઈડ ઈન ઈન્ડિયાના ક્ધસેપ્ટને સાકાર કરવા માટે 4 ગીગા ફેકટરી ઉભી કરાશે અને પુન: પ્રાપ્ય ઉર્જામાં હવે એનર્જી સ્ટોરેજ ફેકટરીની જરૂરીયાત પર રિલાયન્સે ખાસ ભાર મુક્યો છે. સૂર્ય ઉર્જા દિવસે જ પ્રાપ્ત થતી હોવાથી 60 હજાર કરોડના ખર્ચે એનર્જી સ્ટોરેજ ફેકટરી ઉભી કરવામાં આવશે. કંપનીના ભવિષ્ય અને જરૂરીયાતને ધ્યાને લઈ સાઉદીની અરામ્કો સાથે વ્યૂહાત્મક ભાગીદારીથી રિલાયન્સ 2021માં ઉત્તમ પરર્ફોમન્સ આપતી કંપની બની રહી છે.

કંપનીએ શેરધારકોને 4 ગણુ વળતર આપ્યું છે. 42.5 કરોડ ગ્રાહકો સાથે સિધ્ધી રીતે જોડાયેલી કંપની દ્વારા સૂર્ય ઉર્જાના વિકાસ માટે કમર કસવામાં આવશે. ગ્રીન એનર્જી માટે સૂર્ય ઉર્જાના અસરકારક વિકાસ માટે સસ્તામાં મોડ્યુલ અને બેટરીમાં સૂર્ય ઉર્જાના સશક્તિકરણની દિશામાં કંપની આગળ વધી રહી છે. ગ્રીન ઈકોનોમી મુવ ટુ પબ્લીક મુવમેન્ટ એટલે કે ગ્રીન એનર્જીને હવે સામાજીક જાગૃતિનું માધ્યમ બનાવવા માટે રિલાયન્સે કમર કસી છે. દુનિયાનું સૌથી મોટુ ગ્રીન એનર્જી હબ જામનગરમાં ઉભુ થશે. ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્ષનું 5000 હજાર એકરમાં નિર્માણ કરવામાં આવશે. જામનગરમાં બનનાર આ કોમ્પલેક્ષ વિશ્ર્વનું સૌથી મોટુ એનર્જી કોમ્પલેક્ષ બની રહેશે.

અમે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા કટીબદ્ધ છીએ: મુકેશ અંબાણી

આજે રિલાયન્સના વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા કટીબદ્ધ છીએ. કોરોના વચ્ચે જીઓ ફોન નેકસ્ટનું લોન્ચીંગ જેમાં એન્ડ્રોઈડ એપને સપોર્ટ કરશે. રિલાયન્સનો આ નવો ફોન ગણેશ ચતુર્થીના દિવસથી બજારમાં મળતો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.