રિલાયન્સ રિટેલ ગારમેન્ટમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે !!!

ટાટાના ઝુડીઓ અને શોપર્સ સ્ટોપ સામે સ્પર્ધામાં ઉતરશે રિલાયન્સ રિટેલ

રિલાયન્સ હાલ દરેક ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે અને પોતાનું આધીપત્ય પણ આપે કર્યું છે ત્યારે હવે રિલાઇન્સ ગારમેન્ટ ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેના માટે હવે કંપની ઝુડિયો અને સોપરસ્ટોપ જેવી કંપનીઓ સાથે સીધી જ સ્પર્ધામાં ઉતરશે. આ કાર્ય માટે રિલાયન્સ 6000 થી 9000 સ્ક્વેર ફીટ જેટલી જગ્યા મોલ અને અન્ય વ્યવસાયિક સ્થાનો ઉપર શોધી રહી છે. સ્પષ્ટ છે કે હવે ગારમેન્ટ ઉદ્યોગ ક્ષેત્રે રિલાઇન્સ સરદાર પણ કરતા જ હવે આ ક્ષેત્રે પણ પોતાનું આધીપત્ય સ્થાપિત કરે તો નવાઈ નહીં.

જુડિયો અને વેસ્ટ સાઈડ આ બંને એ બ્રાન્ડ છે કે જે નાના લોકો માટે કાર્ય કરે છે જ્યારે રિલાયન્સ ટ્રેન્ડની વાત કરવામાં આવે તો રિલાયન્સ જોઈન્ટ પ્રીમિયમ ફેશન અને લાઈફ સ્ટાઈલ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રિલાઇન્સ રિટેલ  1,000 રૂપિયાની રેન્જમાં કપડાનું વેચાણ કરશે અને જેનાથી અન્ય કંપનીઓને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડશે. રિલાયન્સ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે આગામી મહિનાઓમાં અનેકવિધ નવા મલ્ટીપલ સ્ટોર કંપની દ્વારા ઉભા કરવામાં આવશે જેનું મુખ્ય લક્ષ્ય મેટ્રોસિટી અને ટાયર ટુ શહેરો હશે જે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.

નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં જ રિલાઇન્સ રિટેલે 789 નવા સ્ટોર ઉભા કર્યા છે જેનું કુલ એરીયા 6 મિલિયન સ્ક્વેર ફીટ જેટલો રહ્યો છે અને લોકોનો જબ્બર પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે રિલાયન્સ હવે ટાટાના ઝુડીઓની સાથે સોપરસ્ટોપ સાથે સીધી હરિફાઈ કરશે.