Abtak Media Google News

હવે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઓર્ડર વોટ્સએપ દ્વારા આપી શકાશે, ફ્રી ડિલિવરીની સુવિધા પણ મળશે

દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના ઈ-કોમર્સ પ્લેટફોર્મ જિયોમાર્ટ ઓનલાઈન બિઝનેસ વધારવા માટે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરશે. હવે કરિયાણા, શાકભાજી અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો ઓર્ડર વોટ્સએપ દ્વારા પણ આપી શકાશે

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશાએ બુધવારે ફ્યુઅલ ફોર ઈન્ડિયા ઈવેન્ટની મેટાની બીજી આવૃત્તિમાં વોટ્સએપ પર ઓર્ડરિંગનું પૂર્વાવલોકન કર્યું હતું. એક નવા ટેપ એન્ડ ચેટ વિકલ્પ યુઝર્સને વોટ્સએપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપવાની સુવિધા આપશે. ખાસ વાત એ છે કે આ ડિલિવરી ફ્રીમાં રહેશે અને ડિલિવરી માટે કોઈ મિનિમમ ઓર્ડરની જરૂર નથી. યુઝર્સ એપમાં તેમના શોપિંગ કાર્ટને ભરી શકે છે અને જિયોમાર્ટ દ્વારા અથવા ડિલિવરી પર કેશમાં ચૂકવણી કરી શકે છે.

આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા જિયોમાર્ટનો અનુભવ ખરેખર ખૂબ જ સરળ છે. આપણે વાતચીત કરીએ છીએ તેટલો સરળ છે. વોટ્સએપનો ઉપયોગ એકદમ સરળ છે તેથી સપ્લાય માટે ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કોઈ મુશ્કેલી નડશે નહીં. જ્યારે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ગ્રાહકે ફક્ત જિયોમાર્ટ પર ઓર્ડર કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો તો નિયમિત ખરીદી માટે સબસ્ક્રિપ્શન સેટ કરો અથવા તમારી જરૂરિયાત મુજબ વ્યક્તિગત ભલામણો મેળવી શકો છો. ભૂતકાળની ખરીદીનો રેકોર્ડ પણ રાખી શકો છો.

ફેસબુક રિલાયન્સ જીઓનો 9.99 ટકા હિસ્સો ધરાવે છે

ફેસબુકે રિલાયન્સ જીઓનોનો 9.99% હિસ્સો 5.7 બિલિયન ડોલર એટલે કે 43,574 કરોડમાં ખરિદ્યો છે. રિલાયન્સ લિમિટેડના ટેલિકોમ યુનિટ સાથેની આ ડીલથી ફેસબુકને ભારતના અત્યંત ઝડપથી વિકસી રહેલા માર્કેટમાં એક ચુસ્ત પકડનો ફાયદો આપી રહ્યો છે. તો બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સમુહના દેવામાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.આ રોકાણ બાદ જીઓ પ્લેટફોર્મ્સની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.  વિશ્વમાં બીજા કોઈ દેશ કરતાં ભારતમાં ફેસબુકના યુઝર્સ વધારે છે. અને ફેસબુક હેઠળની વ્હોટ્સએપ ચેટ સર્વીસ 340 મિલિયન યુઝર્સ ધરાવે છે પણ કમનસીબે વોટ્સએપ કોઈ રેવન્યુ જનરેટ કરતું નથી. આમ બન્ને કંપનીઓ માટે આ એક ફાયદાની ડીલ છે.

વોટ્સએપથી જીઓનું રિચાર્જ પણ થઈ શકશે

યુઝર્સ વોટ્સએપના માધ્યમથી રિલાયન્સ જિઓ પણ રિચાર્જ કરી શકશે. આનાથી યુઝર્સને એક એવી સુવિધા મળશે જે તેમને પહેલા ક્યારેય મળી નથી. સિનિયર સિટિઝન કે જેમના માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય છે તેના માટે વોટ્સએ દ્વારા આ જિઓ રિચાર્જ સુવિધા મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે  ગયા વર્ષે ગૂગલે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં 7.73 ટકા હિસ્સા માટે 4.5 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.

વોટ્સએપ પર જીઓ માર્ટની અંદર ઓર્ડર કઈ રીતે કરવું

વોટ્સએપમાં આ 8 સ્ટેપ ફોલો કરી,કરિયાણું અને શાકભાજી ઘર બેઠા ઓર્ડર કરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.