જો બોલે સો નિહાલ… સતશ્રી અકાલ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘ગુરૂનાનક જયંતિ’ની શ્રધ્ધાપૂર્વક ઉજવણી

હિન્દુ અને મુસલમાનની એકતાના બીજ રોપનાર ગૂરૂનાનકજી કહેતા કે, સમગ્ર સુષ્ટિના ઈશ્ર્વર એક જ છે આપણે તેના બાળકો છીએ

શિખ ધર્મના સ્થાપક ગૂરૂ નાનક માનવધર્મના ઉત્થાપક પણ હતા તેઓનો જન્મ 1469માં લાહોરથી નજીક 40 કિલોમીટરના અંતરે આવેલ તલબંડી નામના ગામડામાં કારતક સુદ પુનમના દિવસે થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણરાય અને માતાનું નામ તૃપતાજી હતુ

એમ કહેવાય છે કે આ સંસારના ત્રાસી ગયેલ પ્રાણીઓને સાંભળીને અકાળ પુરાય પરમેશ્ર્વરે આ ધરતી પર ગૂરૂ નાનકને પહોચાડયા હતા ગૂરૂનાનકનું જન્મ સ્થળ અલૌકીક જયોતિથી ભરાઈ ગયું હતુ તેમના મસ્તક પાસે તેજ આભા પ્રસરેલી હતી પૂરોહીત પંડિત હરદયાલે જયારે જયારે તેમના દર્શન કર્યા ત્યારે જ તેમણે ભવિષ્યવાણી કરી હતી કે, આ બાળક ઈશ્ર્વર જયોતનું સાક્ષાત અલૌકીક સ્વરૂપ છે.

નાનપણથી જ ગૂરૂનાનકનું મન આદ્યાત્મિક જ્ઞાન તેમજ લોક કલ્યાણના ચિંતનમાં ડુબેલું હતુ બેઠા બેઠા ધ્યાન મગ્ન થઈ જતા હતા. કયારેક, કયારેક આ અવસ્થા સમાધી સુધી પહોચી જતી હતી. ગૂરૂનાનકનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતા. તેમણે સાંસારીક યર્થાથથી સંબંધ તોડયો નહતો. તેઓ સંસારનો ત્યાગ અને સન્યાસના વિરોધી હતા. કાણણ કે તેઓ સહજ યોગના હામી હતા. તેમનું માનવું હતુ કે મનુષ્ય સન્યાસ લઈને પોતાનું તેમજ લોકોનું કલ્યાણ કરી શકે નહીં જેટલો તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેઓએ ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો તેઓએ કહ્યું કે ‘નામ જપના, કિરત કરના, વંડ છકના’ આમ સમાજને સફળ જીવવનો મંત્ર આપ્યો.

આજ ગુરૂ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધાર શીલા છે. એટલે સાચા મનથી ઈશ્ર્વરનું નામ જપો. ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય, અને જરૂરતમંદ લોકોનીસેવા કરો. ‘ધાલ ખાયે કીછ હત્થોદેહ, નાનક રાહ પછાનેસે’ આ રીતે ગુરૂ નાનકજી એ અન્ન અને શુધ્ધતા, પવિત્રતા અને સાત્વીકતા પર જોર આપ્યું.

આજ પ્રકાશનું પર્વ ગુરૂનાનક જયંતિ પર્વે નાનક સાહેબના એક પ્રસંગને યાદ કરીએ ગુરૂનાનક સાહેબ એક ગામમાં પહોચ્યા ત્યાં તેઓએ બે ઘરે ભોજનનું આમંત્રણ મળ્યું જેમાં એક ગામના ધનવાન મુખીનું હતુ અને બીજુ નિર્ધન સુથારનું હતુ જયારે ગુરૂનાનક સાહેબે ધનવાન મુખ્યાના ઘીથી બનાવેલ મિઠાઈનો સ્વીકાર ન કરતા સુથારના ઘરે સુકી રોટલીઓનો સ્વીકાર કર્યો આનાથી મુખીએ પોતાનું અપમાન સમજયું. નાનક સાહેબે જયારે મુખીની રોટલી નીચોવી તોતેમાંથી લોહી ટપકયું. બીજી બાજુ સુથાર ખેડુતની રોટલી નીચોવી તો તેમાંથી દુધની ધારા વહેતી થઈ.

ત્યારે ગુરૂ નાનકજીએ જણાવ્યું કે મુખ્યાની કમાણી અનિતી, અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી છે. જયારે કે સુથારનું આ અન્ન ઈમાનદારી, મહેનતની કમાણીનું હતુ.

જયારે સુથારની કમાણીમાં જરા પણ અનિતી, અન્યાય, શોષણ અને મેલ ન હતો કુઅન્નના પ્રભાવથી મન મેલુ, પ્રદુષિત તેમજ વિકારોથી મુકત થઈ જાય છે. આવું ભોજન ગમે તેટલુ સ્વાદિષ્ટ હોય તે ગ્રહણ કરવા યોગ્ય નથી. શુધ્ધ, સાત્વીક, નિતી ધર્મનું પાલન કરતા પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસ મનને વિકાર રહિત, નિર્મળ, પવિત્ર અને સાત્વીક બનાવે છે આજ રીતે ઈશ્ર્વરીય ભાવ તેમજ ભયની સાથે પુરી ઈમાનદારી સાથે કર્મ કરવાની વાત પણ ગૂરૂ નાનકજીએ કહી છે.

ગુરૂનાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યા છે. માત્ર જરૂરત છે ધર્મના સત્યને આત્મસાત કરીને પોતાના વ્યવહારીક જીવનમાં લાવવાનું ગુરૂનાનકજીએ ધાર્મિક તેમજ સામાજીક વિસમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો તેમણે પોતાની વાણીમાં હિન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યા તેમનું માનવું હતુ કે સંપૂર્ણ શ્રૃષ્ટિના ઈશ્ર્વર એક જ છે. આપણે બધા તેના બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરૂનાનક એકેશ્ર્વરમાં પૂર્ણ વિશ્ર્વાસ રાખતા હતા તેમનો દ્રષ્ટિકોણ સમન્વય વાદી હતો.