Abtak Media Google News

કોરોના મહામારી સામેની જંગમાં રેમડેસિવિરની હવે તંગી રહેશે નહીં. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રેમડેસિવિરની માંગ વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીયમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રેમેડેસિવિર ઇંજેક્શનનું ઉત્પાદન 10 ગણા સુધી વધ્યું છે. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે દેશના જુદા જુદા ભાગોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ઉભી થઈ હતી.

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, રેમડેસિવિરના ઉત્પાદનમાં એક મહિનામાં 10 ગણો વધારો થયો છે. એપ્રિલમાં જ્યાં 10 લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન થઈ રહ્યુ હતું, ત્યાં મેમાં તેની સંખ્યા 1 કરોડ સુધી પહોંચી ગયુ છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે,’હું તમને બધાને જાણ કરીને ખુશ અને સંતુષ્ટ છું કે,રીમડેસિવિરનું ઉત્પાદન દસગણું વધ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ હેઠળ આજે એક જ દિવસમાં 3,50,000 શીશીઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે 11 એપ્રિલ 2021 માં આ સંખ્યા 33,000 હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે એક મહિનામાં રિમડેસિવિર ઉત્પાદક કરતા સંયંત્રોની સંખ્યા પણ 20 થી વધારીને 60 કરી દીધી છે. હવે દેશમાં પૂરતા પ્રમાણમાં રેમેડેસિવિર ઇન્જેક્શન છે કારણ કે, હવે માંગ કરતાં સપ્લાય વધુ છે. તેથી અમે રાજ્યોમાં રિમડેસિવીરનું કેન્દ્રિય ફાળવણી બંધ કરવાનું નક્કી કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, જોકે મેં રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી અને સીડીએસકો ભારતને દેશમાં રેમડેસિવીરની ઉપલબ્ધતા પર સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. ભારત સરકારે પણ કટોકટીની જરૂરિયાતો માટે વ્યૂહાત્મક સ્ટોક તરીકે જાળવવા માટે રિમ્ડેસીવીરની 5 મિલિયન શીશીઓ ખરીદવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.