Abtak Media Google News

નામ સ્મરણની ભીતર જે ભાવ, દર્શન અને ભગવાનની લીલા જે પ્રગટ અને અપ્રગટ પણે છવાઈ રહી છે તેને જોણી એ લીલામાં લીન થઈ, એના ભીના ભીના ભાવમાં ભીંજાવી, ભગવદ, સ્મરણ કરીએ તો આનંદનો આહલાદ મણાય, મરકટ મન ખીલે બંધાય અને સમયાંતરે નામી સાથે એકરૂપતા સંધાય, હું અને તુ ના ભેદ મટી જાય અને એટલે જ નામ સ્મરણનો મોંઘેરો મહિમા છે.

શ્રીમદ ભાગવતમાં તો જાણતા અજાણતા પણ નામસ્મરણની અદકેરી મહીમા વર્ણવી છે. જેનું તાદશ ઉદાહરણ અજામિલની કથા પુરું પાડે છે. અનાચારી, અજામિલના પુત્રનું નામ નારાયણ.

આ અજામિલ જયારે મૃત્યુ શૈયા ઉપર પડયો ત્યારે અંતીમ વેળાએ તેણે પોતાના પુત્રને નારાયણ – નારાયણ કહી બૂમ પાડી અને ત્યાં જ એના પ્રાણ છુટી ગયા. યમદૂતો તેને લેવા આવ્યા, ત્યાં પુણ્યનાં પાસવાનો એવા વિષ્ણુદૂતો ત્યાં પહોંચ્યા બંને વચ્ચે વિવાદ થયો. યમદૂતો જીવાત્માને લીધા વિના પાછા ફર્યા અને યમરાજાને આ અંગે ફરીયાદ કરી, ત્યારે યમરાજાએ કહયુ કે તે ભગવાનના નામોચ્ચારણનો મહિમા તો જુઓ અજામિલ જેવો પાપી પણ જો એકવાર નારાયણ, નારાયજ્ઞ નામોચ્ચારણ કરવા માત્રથી મૃત્યુના મુખમાંથી મુકિત મેળવે છે.

તો જે બુધ્ધિમાન પુરૂષ આવું વિચારી પરમાત્મામાં સંપુર્ણ ભાવથી પોતાની ભકિત સ્થાપિત કરે છે . તેઓ મારા દંડને પાત્ર થતાં નથી . પહેલી વાત એ કે, તેઓ પાપ કરતાં નથી, પાપ કરી શકતા નથી અને બીજું યદિ તેઓથી જાણતા અજાણતા જો પાપ થઈ જાય તો , ભગવદ નામસ્મરણ તત્કાલ તેનો નાશ કરે છે . એમની પાસે તમો ભુલથી પણ જતાં નહીં. એમને શિક્ષા કરવાનું સામર્થય નથી. આપણામાં કે કાળની શકિતમાં.

આમ અજામિલે મૃત્યુ સમયે ચંચળ ચિતવનથી પોતાના પુત્ર નારાયણનું નામ માત્ર ઉચ્ચાર્યું અને એને મુકિત મળી.

આ છે નામસ્મરણની મહતા અને મહિમા માટે તંત તોડો , શંસય છાડોે , ભીતરનાં શુભ ભાવથી , શુદ્ધ ભાવનાથી , ૐનમ: શિવાયનું – ભગવાનનું રટણ કરી , ભવ સાગર તરો . હવે આને આધ્યાત્મિક સમજથી સમજીએતો,

સામાન્યત દરેક શાસ્ત્રોએ , ઈશ્વરનાં બે સ્વરૂપોને સ્વીકાર્યા છે. 1. સગુણ (સાકાર), ર. નિર્ગુણ (નિરાકાર) ભગવદતત્વ અગાઘ, અપ્રમેય છે. એને અગોચર બુદ્ધિથી પર અનિર્વચનીય, અને અનંત કહયુ છે. કલ્પનાતીત અને શાનાતીત એવા આ તત્વને શ્રુતિ નેતિ – નેતિ કહે છે. એક અદ્વિતીય, અનુપમ, અભેદ, વ્યાપક અને પરમ  શુધ્ધ એવું આ તત્વ નિરાકાર રૂ5 રહીત છે. ગુણાતીત છે. અખંડ, અનાદિ, અનંત છે. એ અનાખી, નિર્ગુણ, નિરાકાર, હોવા છતાં ભકતોએ એને સગુણ અને સાકાર કહયું છે.

ભગવદત્વપૂર્ણ છે. એમાં બધું સમાવિષ્ટ છે. યાને થઈ જાય છે. એટલે એનું વર્ણન કરતા એને નિર્ગુણ, અને સગુણ, નિરાકાર અને આકાર, અવ્યકત અને વ્યકત, ગુણ રહિત અને ગુણ સંપન્ન વિગેરે વિશેષણોથી નવાજવામાં આવ્યા છે. શાનીજનો કહે છે, યશ, સ્ત્રોત, પાઠ, કિર્તન, જપ વિગેરે સાધનો દ્વારા ભગવદતત્વની અનુભૂતિ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.