નવા બસ પોર્ટનું રિનોવેશન કરી વધુ બસોના સંચાલનની વ્યવસ્થા ગોઠવો

નીચેની આગળ-પાછળની દુકાનો દૂર કરી પ્લેટફોર્મ બનાવો

જરૂર પડ્યે આગળ-પાછળ બસ ઉપાડી શકાય: જન કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત

જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક આવેદન પાઠવી નવા બસ પોર્ટમાં રીનોવેશન કરવાની અને જનતાની સુવિધા વધારવા માંગ કરી છે.

જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટે જણાવ્યું છે કે, રાજકોટનો વિકાસ કૂદકે ને ભૂસકે વધતો જાય છે અને તેમાં જરૂરિયાત મુજબ રૂટમાં વધારો કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ બસ સ્ટેન્ડ બનાવેલ દરેક રૂટનો સમાવેશ કરવામાં આવેલ. છતાં તેમાં બિનઉપયોગી ઘણી બધી ફાજલ જગ્યાઓ હતી. લગભગ ૩૫ થી ૪૦ ટકા જગ્યા બિન ઉપયોગી હતી એમાં કાંઈ થઈ શકે તેમ ન હતું. આવી તમામ જગ્યાઓનો ઉપયોગ કર્યો હોવા છતાં નવી ડિઝાઇનમાં તમામ રૂટનો સમાવેશ થઇ શક્યો નથી.

આધુનિક બસ સ્ટેન્ડનું રીનોવેશન કરવામાં આવે અને હજુ શાસ્ત્રી મેદાનનું બસ સ્ટેન્ડ ચાલુ છે. તેમાં બધી જ બસ ફરીથી ચાલુ કરી અહીં રિનોવેશન કરવામાં આવે જે માટેના સૂચનો નીચે મુજબ છે ૧-અત્યારે બસ સ્ટેન્ડમાં બસ ઉપડે છે તેની સામે પણ બસ ઉપાડી શકાય તેવી વ્યવસ્થા એટલે કે સામ-સામે બસ સ્ટેન્ડ બનાવી શકાય.અત્યારે બસ સ્ટેન્ડ છે. એમાં પાછળની બાજુ પણ બસ ઉપાડી શકાય એવું બસ સ્ટેન્ડ કરવામાં આવે એટલે કે આગળ પાછળ બસ ઉપાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. દાખલા તરીકે જેતપુરમાં બસ જરૂર પડે તો નીચેની આગળ પાછળની કોમર્શિયલ દુકાનો કાઢી અને તેનો બસ સ્ટેન્ડ મોટું થાય તેમાં ઉપયોગમાં લેવામાં આવે. બસ સ્ટેન્ડની બધી જમીન જનહિતમાં ઉપયોગ કરવાનો હોય તે તમામ જગ્યા બસ સ્ટેન્ડમાં વાપરવામાં આવે અને તમામ રૂટ ની બસો અહીંથી મધ્ય બસ સ્ટેન્ડમાંથી જ ઉપયોગ કરવામાં આવે અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ૧૦ નવા રૂટ અહીંથી જ શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી નમ્ર અપીલ છે. સ્વામિનારાયણ ગુરુકુળ પાસે (ગોંડલ રોડ) “ટી અંડરબ્રિજ મંજુર થયેલ અને તે કાર્ય નું ખાતમુહૂર્ત પણ થયેલ. તે કામ શરૂ કરતા ઘણી બધી પાઇપ લાઇનો આવતી હતી અને તે શક્ય ન હતું તેથી માત્ર ૮ દિવસમાં તે ડિઝાઇન ફેરવી ત્યાં “ટી અંડરબ્રિજ”ના બદલે “ટી ઓવર બ્રિજ બનાવી અને તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે એટલે કે જે હેતુ હતો તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યા સમાજ ઉપયોગી કામ કરવું હોય તો બધું જ શક્ય છે. નવા આધુનિક બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડીંગ નવું થતું હતું ત્યારે પણ જનકલ્યાણ મંચ દ્વારા રજૂઆત કરાઈ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન ની જગ્યા બસ સ્ટેન્ડમાં ઉપયોગમાં આવે અને કોર્પોરેશનનો એક માળ વધારવામાં આવે તેથી બસ સ્ટેન્ડની સગવડતા વધી શકે આ નવા આધુનિક બસ સ્ટેન્ડની ડિઝાઇન તુરંત બદલવામાં આવે અને મૂળભૂત હેતુ નો પુરેપુરો ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકોટના જાગૃત નાગરિકો, સંગઠનનો આ કાર્યમાં જોડાઈ અને જરૂર પડે જનકલ્યાણ ટ્રસ્ટ, ચેરમેન, ઉમેશ મહેતા, ૯૪૨૮૫૦૬૦૧૧નો સંપર્ક કરી શકે છે.

Loading...