Abtak Media Google News

ગુજરાતનું ગૌરવ અને જાણીતા શિક્ષણ વિદ્ ડો. હિરેન મહેતા એપ્રિલ તા . 14 અને 15 વર્લ્ડ એજયુકેશન   ફોરમ (દુબઇ) ખાતે યોજાવાની છે જેમાં મુખ્ય વિષય ‘સ્કીલ અને ટ્રેઇનીંગ’ શિક્ષણનું શું મહત્વ છે તે વિષય પર વિશ્ર્વ શિક્ષણ વિદ્ ચર્ચા કરવાનાં છે.

ડો . હિરેન મહેતા 19 વર્ષની ઉંમરથી ગોંડલ આઇ.ટી.આઇ. અને ગુજરાત સરકારનાં રોજગાર કચેરીના તાલીમ કેન્દ્રથી શરૂઆત કરી હતી  નાની ઉંમરે પોતે પધ્ધતિસર વિદ્યાર્થીઓને તાલીમ કેમ આપવી અને ઉદ્યોગ કેમ કરવો આશરે ભારતમાં 1000 થી વધારે વિદ્યાર્થીઓને ટ્રેઇનીંગ પ્રોગ્રામ આપેલ છે.

ડો . હિરેન મહેતા 22 વર્ષની ઉંમરે નેશનલ ટ્રેનરની ડિગ્રી મેળવી ભારત ભરમાં રેકોર્ડ સાધ્યો હતો . તેમજ બી.બી.એ., એમ.બી.એ. , ડિપ્લોમાં ઇન એન્ટરપ્રેન્યોરશીપ ઇ.ડી.આઇ. – અમદાવાદ તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી પી.એચ.ડી ( ફાયનાન્સ ) ડીગ્રી મેળવી હતી.

તાજેતરમાં અમેરીકાની કેલીફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટીમાં સ્ટાર્ટ – અપ માટેની વિદ્યાર્થી ટ્રેનીંગ આપી હતી . ત્યારબાદ અમેરીકન કાઉન્સીલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેમ્બર તરીકે નિમણુંક પામ્યા છે.

ડો . હિરેન મહેતા છેલ્લા 10 વર્ષથી શિક્ષણ તેમજ ટ્રેઇનીંગ ક્ષેત્રે એક આગવું નામ ધરાવે છે . ગુજરાતની નામાંકિત શાળા , કોલેજ અને કોર્પોરેટ ઉદ્યોગ જગત માટે તાલીમ અને સ્કીલ ઉપર કામ કરે છે.હાલમાં કોલેજ દરમિયાન બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મેળવ્યો હતો . અમેરીકન બેસ્ટ ફેકલ્ટીનો એવોર્ડનું પણ બિરુદ મળ્યુ હતું . હાલમાં 15 થી વધુ આંતરરાષ્ટ્રીય રીસર્ચપેપર , 7 થી વધુ જુદા જુદા વિષયની બુક પ્રદાન કરેલ છે

મહિલા સશકિતકરણ અને યુવા ઉદ્યોગપતિના સંશોધન માટે અમેરીકન કાઉન્સીલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક વર્ષ સુધી વિદેશનાં વિદ્યાર્થીતેમજ પ્રોફેસરને સેવા આપશે.

ડો . હિરેન મહેતા એ મુંબઇ , હૈદ્રાબાદ , ચેન્નઇ , અમદાવાદ , ગાંધીનગર , મદુરાઇ , બેંગ્લોર , જયપુર , દિલ્લી , આગ્રા તેમજ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ વ્યાખ્યાન તેમજરિસર્ચ માટેમાર્ગદર્શન આપેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.