Abtak Media Google News

એસઆઈ ટીમે વિપુલ ઠક્કર અને ભાભી નામના બે આરોપીઓની કરી ધરપકડ

ગુજરાત હાઈકોર્ટ નલિયા ગેગરેપ કાંડમાં આરોપીઓની ઓળખાણ જાહેર કરવા તપાસ કરતી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ને આદેશ કર્યો છે. નલિયામાં ૨૦ વર્ષીય કિશોરી સાથે ગેંગરેપ કરનારા તમામ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા કહ્યું છે. આ ઉપરાંત હાઈકોર્ટે પોલીસને પણ ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) દ્વારા ૨૨૮ની કલમ હેઠળ એફઆઈઆર નોંધવા જણાવ્યું છે.

દુષ્કર્મ પિડીતાએ આ મામલાની તપાસ સીબીઆઈ અથવા સીઆઈડીને સોંપવાની માંગણી કરી હતી પરંતુ ન્યાયાધીશ જે.બી. પાર્ડીવાલાએ આ માંગ નકારી મામલાની સંપૂર્ણ તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવાનો નિર્ણય કર્યો હતો. એસઆઈટીમે વિપુલ ઠકકર અને ભાભી નામના બે આરોપીની ધરપકડ કરી છે. કોર્ટે આ બંને આરોપીઓને ટ્રાયલ પર મુકવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે એસઆઈ ટીમને આ બંને આરોપીઓ પાસેથી વગર કોઈ ઈજાએ તમામ માહિતી મેળવવા કહ્યું છે. કોર્ટે પોલીસને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ મામલામાં કર્તવ્યોની કોઈ પણ પ્રકારની ખામીને સખ્તાઈથી લેવી જોઈએ અને સંબંધિત આરોપીઓને કાનુન અનુસાર જ જવાબદાર ગણાવી જોઈએ.

હાઈકોર્ટે કહ્યું કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ દરેક નાગરિકનો અધિકાર છે. આ પ્રકારનો અધિકાર એક સંવૈધાનિક અધિકારની સાથે એક મૌલિક અધિકાર પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.