Abtak Media Google News

ધારાસભ્ય અંબરીશ ડેરે વિધાનસભામાં વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા: અગરીયાઓને સારી સવલત અને યોગ્ય ભાગ મળે

આજરોજ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આપેલ બજેટ ઉપરની ચર્ચામાં રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા ભાગ લઇને રાજુલા વિધાનસભા વિસ્તારના વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી.

ડેર દ્વારા માર્ગ અને મકાન વિભાગની ચર્ચામાં એવું સુચન કયુ કે, રસ્તાઓ અંગે ચોમાસના ચાર મહિના દરમિયાન ખરાબ રસ્તાઓના કાગળો તૈયાર કરવામાં આવે અને ચોમાસુ પુરૂ થાય એટલે ઝડપથી રસ્તાઓનું કામ શરૂ કરી દેવામાં આવે જેથી લોકોને હાડમારી સહન ન કરવી પડે.

ભાવનગરથી સોમનાથ સુધીના રસ્તે અંગે ડેર દ્વારા વિધાનસભામાં એવી રજૂઆત કરવામાં આવી કે, આ રસ્તો નેશનલ હાઇ છે જે ગુજરાત સરકાર હસ્તક નથી આવતો પરંતુ આ બિસ્માર રસ્તા સંબંધે રાજય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરીને તાત્કાલીક રોડ શરૂ કરાવવા માટે પ્રબંધ કરે તેઓએ એવુ પણ ગ્રૃહમાં જણાવ્યુ કે, આ અતિ ખરાબ રસ્તા ઉપર ચાલતી વખતે મને ધારાસભ્ય તરીકે શરમ અનુભવાય એટલી ખરાબ હાલત આ રસ્તાની છે જેથી સરકાર આ બાબતે ઘટતુ કરે.

રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના જર્જરિત વિજ વાયરો તાત્કાલિક અસરથી પીજીવીસીએલ બદલો.

વિધાનસભા ગૃહમાં બજેટ સત્રની ચર્ચામાં મીઠું પકવતા અગરિયાના પ્રશ્ર્ને ડેર દ્વારા એવી રજૂઆત કરી કે અગરિયાઓને સારી સવલત મળે અને યોગ્ય ભાવ મળી રહે તેમજ 2થી 20 એકર જમીન ધરાવતા અગરોની લીઝ ધરાવતા, લીઝ ધારકોને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા લીઝ રીન્યુ કરી આપે.

ડેર દ્વારા કચ્છના અગરીયાઓના પ્રશ્ર્ને પણ રજૂઆત કરેલ છે અને કચ્છના નાના રણને સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ સેન્ચુરીયન જાહેર કરેલ છે. આ વાઇલ્ડ લાઇફ સેન્યુરીન જાહેર કરવાને કારણે ત્યાંના વર્ષોથી પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓના અધિકારો છીનવાય રહેલ છે. તેથી તેની સ્થિતિ ખૂબ જ કફોડી થઇ છે. ત્યારે સરકાર આ કચ્છના અગરિયાઓના અધિકારો ન છિનવાય અને સરકાર દ્વારા એમનુ પણ ભલું થાય એવા નિયમો કરે તેવી માંગણી કરેલ છે.

અંબરીશભાઇ ડેર દ્વારા સતાધારી પક્ષને એક સુત્રના માધ્યમથી ટકોર પણ કરેલ છે કે આ દિવસો પણ ચાલ્યા જશે માટે અભિમાનમાં ના રહેલ અને જનલક્ષી કામોને વધુ ગંભીરતાથી ઉકેલવા સૌએ પ્રયત્ન કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.