ચોટીલાના પિયાવામાં તળાવનો પાળો રીપેર કરો: ભાજપ વિરૂઘ્ધ ‘આપ’ ના આક્ષેપોનો વીડિયો વાયરલ

અબતક, રણજીતસિંગ ધાંધલ

ચોટીલા

ચોટીલાના પિયાવા ગામે આવેલ તળાવનો પાળો ૪ વર્ષ થી તૂટેલ હાલત માં હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ આક્ષેપો લગાવતા ભાજપ ખેડૂત વિરોધી હોવા અંગે વિડીયાઓ વાયરલ થયો હતો.

નાની તેમજ મોટી સિંચાઈમાં કરોડો રૂપિયાનો ખર્ચ  કરે છે ત્યારે આ પિયાવા ગામના તળાવ કેમ નજર માં નથી આવતું કારણ એ છે હાલ ભાજપની સરકાર તાલુકા થી લઇને કેન્દ્ર સુધી છે અને આ હાલની આ સરકાર ખેડૂત વિરોધી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો.

આ તળાવને જો પાળો બાંધવામાં આવે તો હજારો પશુ આ પાણી પી શકે અને પિયાવા ગામના ખેડૂતો પણ સિંચાઈ કરીને ખેતી પણ કરી શકે તેમ હોવાનું પણ જણાવ્યુ હતુ..