Abtak Media Google News

અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન

 અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ૭૩મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.

Screenshot 6 22

ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે, ગણતંત્ર દિવસએ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે.

કલેક્ટર  સહિતના સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયા

કોરોનાની આજની પરિસ્થિતિ વિશે વાત કરતા કલેક્ટર એ ઉમેર્યું હતું કે જિલ્લામાં કોરોનાના કેસો તો આવી રહ્યા છે પરંતુ સારા વેક્સિનેશનને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તેઓએ હજુ પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય કે ફક્ત એક જ ડોઝ લીધો હોય તેવા લોકોને વેક્સીન લઇ લેવા ફરી અપીલ કરી હતી. વેક્સિનેશનની સાથે સાથે દરેક નાગરિક રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરે અને માસ્ક, સેનિટાઇઝેશન જેવી બાબતોની કાળજી લે તે અત્યંત જરૂરી છે.

પટાંગણમાં જિલ્લાના સર્વે ઉચ્ચ અધિકારી ઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

Screenshot 8 12
વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંનિષ્ઠ કાર્ય અને પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ.

જિલ્લા કલેક્ટર  સહિતના મહાનુભાવ ઓએ સ્વાતંત્ર્ય સેનાની   ઉમંગરાય છાટબારનું સુતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ તકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓને તેમજ વન વિભાગના કર્મીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર  સહિતના સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયા હતા. ત્યારબાદ જિલ્લાના સર્વે ઉચ્ચ અધિકારી ઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

Screenshot 9 8

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી -કર્મચારીગણ અને અમરેલીના નગરજનો કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી  અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાના હસ્તે ધ્વજવંદન થનાર હતું પરંતુ ગઈકાલે મંત્રી નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટર એ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.