પર્યુષણના તહેવારો નિમિતે રાજ્યમાં કતલખાના બંધ રાખવા અનુરોધ

જૈન સંઘો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અને તેમના દ્વારા મળેલી રજુઆત અનુસાર ઉપરોકત તારીખોએ આવતા જૈન ધર્મના અતિ પવિત્ર પર્યુષણ નિમિતે રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા સમયસર જરૂરી આદેશ પ્રસિધ્ધ થાય તેવી સરકારને જૈન સંઘો વતી વિનંતી કરીએ છીએ.

સુપ્રિમ કોર્ટના હિંસા વિરોધક સંઘ વિ. મીરઝાપુર મોટી કુરેશ કસબ જમાત, 14/03/2008(5) એસ.સી.સી.-33, 2008 (2) જીએલએચ 304 માં આપવામાં આવેલ જજમેન્ટ અનુસાર રાજ્ય સરકાર તરફથી પ્રતિ વર્ષ જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વે પ્રસંગે કતલખાના બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

જૈન ધર્મના અતિ પવિત્ર તહેવાર નિમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અને તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ, મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા નમ્ર વિનંતી છે.

આખા ગુજરાતમાં જાહેરનામું બહાર પડે તેમજ તેનું કડક અમલીકરણ થાય તે જોવા જેન સંઘો વતી નમ્ર વિનંતી છે. દર વર્ષે એવું જોવામાં આવે છે કે, પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ ગેરકાયદેસર વેંચાણ થતું જોવા મળે છે. અને લાખો ભાવિકોની લાગણી દુભાય છે, આ વર્ષે આવું ન થાય તે જોવાની જૈન સંઘો વતી નમ્ર પ્રાર્થના છે.

તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ સત્વરે જાહેરનામું બહાર પાડી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પાડી સંબંધકતા માહિતીખાતું, અધિકારક્ષેત્ર ધરાવતા અધીકારીઓ આદેશ પાલન કરે તે માટે જૈન સંઘો વતી નમ્ર વિનંતી છે.