Abtak Media Google News

ધ્રાગધ્રા તાલુકાના ચુલી ગામે રામ મહેલ મંદિરની ધામીઁક જગ્યા આવેલી છે ચુલી ગામે આવેલી જગ્યા વષોઁથી ગામના લોકોને વપરાશ માટે અપાઇ હતી પરંતુ હાલમા જ આ ધામીઁક જગ્યા પર ગામના જ કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરાતા રામ મહેલ મંદિરની જગ્યાને મંદિરના ટ્રસ્ટી તથા મહંત મહાવીરદાસજી દ્વારા દિવાલ કરી ફરી પોતાના કબ્જામા લઇ લીધેલ છે.

ત્યારે કેટલાક આવારાતત્વો દ્વારા પોતે ગેરકાયદેસર કબ્જો કરાયેલ મંદિરની ધામીઁક જગ્યાને ફરીથી મંદિર દ્વારા દિવાલ કરી પોતાના કબ્જામા લઇ લેતા હવે આ તત્વો દ્વારા દિવાલને નુકશાન પહોચાડવાનુ કાયઁ કરાયુ હતુ જ્યારે મંદિરની જગ્યાને નુકશાન પહોચાડતા મંદિરના સેવકો તથા હિન્દુઓની લાગણી દુભાઇ છે.

ધામીઁક મંદિરની જગ્યા પર નુકશાન થતા જગ્યાના મહંત મહાવીરદાસજી દ્વારા તાલુકા પોલીસને લેખીત રજુવાત કરી કેટલાક અસામાજીક તત્વો જે ધામીઁક લાગણી દુભાવવાનો હિન પ્રયાસ કરે છે તેવા તત્વો પર કાયદેસર કાયઁવાહી કરવાની ફરીયાદ આપી છે છતા પણ પોલીસ કાયઁવાહી નહિ થાય અને વધુ જગ્યાને જો નુકશાન પહોચાડાશે તો મંદિરના મહંત દ્વારા અગામી સાધુ આંદોલનના તમામ પ્રયત્નો કરાશે તેવી ઉગ્ર રજુવાત તાલુકા પોલીસને કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.