જામસાહેબ બાપુના આમંત્રણને માન આપી આગામી રવિવારે સદગુરુ જામનગર આવશે

– 29 દેશોમાં 30,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભારત પરત ફરશે સદગુરુ.

– માટી બચાવો અભિયાન હેઠળ લોકોમાં જન જાગૃતિ લાવવા મોટર સાયકલ પ્રવાસ કરી રહ્યા છે સદગુરુ.

– પ્રતાપવિલાસ પેલેસને રોશની થી શણગારવામાં આવ્યો તેમજ આયોજન માટે તડામાર ત્યારી શરૂ.

– પર્યાવરણ પ્રેમી, યુવા પેઢીમાં સદગુરુ ના આગમનને લઈ ને જોવા મળતો અનેરો ઉત્સાહ…

 જામનગરના ઈતિહાસમાં સોનેરી અક્ષરે જઈ રહેલો અમૂલ્ય દિવસ ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ માટી બચાવો અભિયાનને લઈને તેઓની 29 દેશોની 30 હજાર કિલોમીટરની મોટર સાયકલ યાત્રા પૂર્ણ કરી આગામી તારીખ 29 મે રવિવારના રોજ ભારતમાં પ્રથમ જામનગર પધારી રહ્યા છે, જામનગરના જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહ બાપુના આમંત્રણને માન આપીને ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગર દરિયાઈ માર્ગે આવી પહોંચશે, નવાબંદર જેટી ઉપર ત્રીસ હજાર કિલોમીટરની મુસાફરી કરી ભારત પરત ફરી રહેલા સદગુરુના ભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે,

 

સદગુરુ તેમના જામનગરના એક દિવસના ટુંકા રોકાણ માં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, તેઓ મોટરસાયકલ માર્ગે નવા બંદર થી પ્રતાપ વિલાસ પેલેસ આવી રહ્યા હોય અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેમનું આ માર્ગ ઉપર અભિવાદન સ્વાગત કરવામાં આવનાર છે, તેમજ સાંજે 5:30 વાગ્યે સદગુરુ જગ્ગી વાસુદેવ પ્રતાપ વિલાસ પેલેસમાં તેમનું વક્તવ્ય આપશે અને આમંત્રિત લોકોની સાથે વાર્તાલાપ પણ કરશે, જામનગરના ઈતિહાસમાં ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય ઘટના ઘટવા જઈ રહી છે ત્યારે જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા ખાસ વિશ્વના અનેક દેશોમાં માટી બચાવો અભિયાન અંગે જનજાગૃતિ કરી લાખો લોકોને આ અંગે જાગૃત કર્યા બાદ સદગુરુ ભારત પરત ફરી રહ્યા છે ત્યારે તેઓની જામનગરની મુલાકાત ભવ્યાતિભવ્ય બની રહે અને લોકોમાં માટી બચાવો પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે ના પ્રયત્નો જામસાહેબશ્રી તેમજ તેમની ટીમના સદસ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે,

સદગુરુ જગ્ગી વાસુદેવને ગુજરાતી ગરિમા અને કાઠીયાવાડી પરંપરા અંગે માહિતગાર કરવા તેમના મોટરસાયકલ રૂટ ઉપર ઠેરઠેર રાસ ગરબા કાઠીયાવાડી તલવાર રાસ વગેરેનું પણ આયોજન કરવામાં  આવી રહ્યું છે, અધ્યાત્મમાં ગુરુ સદગુરુ આવનારી પેઢી અને લોકોના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે માટી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે તેમના આ અભિયાનમાં તેમની સાથે સોશિયલ મીડિયા ઉપર દેશ-વિદેશના સેંકડો લોકો જોડાઈ અને તેમના આ અભિયાનને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે.