- “અબતક” માં પ્રસિદ્ધ થતી ‘વેદના સંવેદના’ના કોલમિસ્ટ
- “એક પોલીસ અમલદારના અનુભવો” રૂપે પ્રસિદ્ધ થયેલા પુસ્તકના લેખકનું સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સન્માન
અબતક સાંધ્ય દૈનિકમા પ્રસિદ્ધ થયેલી “પોલીસ વેદના સંવેદના” ના કોલમનિસ્ટ દ્વારા “એક પોલીસ અમલદારોના અનુભવો” રૂપે પ્રસિદ્ધ કરેલા પુસ્તકને વર્ષ 2023 ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ખાતે ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા યોજાયેલા સમારોહમાં સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા ના હસ્તે પુસ્તકના લેખક એસ.બી.ગોહિલને શ્રેષ્ઠ પુસ્તક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ તકે ઉપસ્થિત જન મેદનીએ તાળીઓના ગડગડાટ વધાવી લીધું હતું. વધુ વિગત મુજબ ભાવનગર જિલ્લાના વરતેજ ગામના વતની અને પોલીસ બેડામાં પીએસઆઇ તરીકે પસંદગી પામેલા એસબી ગોહિલ ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા બાદ રાજકોટને કર્મભૂમિ બનાવી સાહિત્ય પ્રત્યે એસ બી ગોહિલ સાહેબને રુચિ અને શોખ હોવાથી નિવૃત્તિના જીવનમાં પણ પ્રવૃત્તિમય રહી
પોલીસ દળમા 33 વર્ષ સુધી બજાવેલી ફરજ દરમિયાન થયેલા અનુભવો વાસ્તવિક અને સત્ય હકિકતા જણાવતી બાબતો છે. એક પોલીસ અમલદારોના અનુભવો વેદના સંવેદના નામે ‘અબતક’ ન્યુઝપત્રમાં કોલમ રૂપે પ્રસિધ્ધ થયેલી કોલમ રૂપે પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ગુજરાત રાજય લાયબ્રેરી ડીપાર્ટમેન્ટ માટે ખરીદીને સરકારી લાયબ્રેરીઓ માટે પસંદ કરે છે. ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા દર વર્ષે કવિતા, સંશોધન, ભાષા, વ્યાકરણ, આત્મકથા, ચિત્ર, પત્ર, જીવન ચરિત્ર, સત્ય કથા અને લોકસાહિત્ય સાહિત્ય ક્ષેત્રે પોતાનું પ્રદાન આપતા લોકોને પારિતોષિક અને ઇનામ આપી લેખકોનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આત્મકથા, રેખાચિત્ર, પત્ર, જીવન ચરિત્ર અને સત્ય કથા પર આધારિત ’એક પોલીસ અમલદારના અનુભવો’શ્રેષ્ઠ પુસ્તક રૂપે પથમ ક્રમ આપી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પુસ્તકના લેખક નિવૃત ડીવાયએસપી એસબી ગોહિલને શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. આ તકકે ઉપસ્થિત જનમેદની દ્વારા લેખક એસ.બી ગોહિલ ને તાલીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા.સાહિત્ય ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ થી ક્ષત્રિય સમાજ, પોલીસ બેડા અને મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છા પાઠવવામાંઆવી રહ્યા છે.