Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર   અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા.30-06-2022 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના 14 કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.

તા. 30-06-2022 ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર   અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર,  ચેતન નંદાણી,  એ.આર.સિંહ સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.