રિટર્ન ફાઇલિંગની સમય મર્યાદા વધારાઈ : 15 માર્ચ છેલ્લી તારીખ

ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમયમર્યાદા 15 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એક વખત વિવિધ મુદ્દે તારીખો વધારવામાં આવી છે ત્યારે સીબીડીટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં એ વાત ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૧ માં જે રિટર્ન ફાઈલ કરવાનું બાકી રહી ગયું હોય તે માટેની હવે છેલ્લી તારીખ 15 માર્ચ નિર્ધારીત કરાયું છે એટલું જ નહીં ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે પણ સમય મર્યાદા નો વધારો કરવામાં આવ્યો છે અને તેની તે છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નિર્ધારીત કરાયું છે.

હાલ આજે સમય મર્યાદા વધારવામાં આવી છે તેનું મુખ્ય કારણ કોર્પોરેટ ક્ષેત્ર છે. આ પૂર્વે બોર્ડ દ્વારા કોર્પોરેટ રિટર્ન ફાઇલિંગ માટેની સમયમર્યાદા ૩૦ નવેમ્બર નિર્ધારિત કરી હતી પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને ફરી એક વખત બોર્ડ દ્વારા તારીખો માં બદલાવ કરવામાં આવ્યો છે અને સમય સુધી વધારી છે. આ અંગે ગોલ્ડ માહિતી આપતા કહ્યું હતું કે કોરોના ની કપરી પરિસ્થિતિ અને ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં જે તકલીફો ઉદ્ભવતી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવેલો છે.

સરકાર દ્વારા જે સમય મર્યાદા વધારવામાં આવી છે તે માત્રને માત્ર કોર્પોરેટ કરદાતાઓ માટે ની છે પરંતુ આનો અન્ય કોઈ ફાયદો નોકરિયાત વર્ગને મળી શકશે નહીં. ત્યારે એ માંગ પણ પૂછવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને બોર્ડે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ વિચાર કરવો જોઈએ.

બીજી તરફ અને તજજ્ઞોનું માનવું છે કે બોર્ડ દ્વારા જે વ્યાજ ઉપર રાહત મળવી જોઈએ 234એ મુજબ તે પણ હજુ આપવામાં આવેલી નથી જો તેને ઝડપે આપવામાં આવશે તો કરદાતાઓને તેનાથી ઘણો ફાયદો પહોંચશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો માનવું છે કે બોર્ડ દ્વારા આ અંગે ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જ જરૂરી છે જો આ કરવામાં બોર્ડ આગળ આવે તો જે પવિત્ર પ્રશ્નો છે તેના ઉપર પૂર્ણવિરામ મૂકી શકાશે અને કરદાતાઓને તેનો લાભ મળતો રહેશે હાલ જે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તેમાં બોર્ડે કોર્પોરેટ અને ઓડિટ ને ધ્યાને લીધેલું છે.