કોરોના વચ્ચે ય પસંદગીના નંબરો થકી આરટીઓને 5.25 કરોડની આવક

એક જ નંબર માટે બે લેનાર હોય તો ઓનલાઇન પેમેન્ટ કરનારને નંબર ફાળવણી

રાજકોટ આર.ટી.ઓ. ને 2020-21 ના વર્ષમાં વાહન ધારકોને પસંદગીના નંબર ફાળવવામાં રૂ. 5.25 કરોડની આવક થઇ છે. તેમ આર.ટી.ઓ. ઇન્સ્પેકટર લાઠીયાએ જણાવ્યું હતું.

આર.ટી.ઓ. ઇન્સ્પેકટર લાઠીયાએ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઇપણ વાહન માલીક જયારે પોતાના વાહનની ખરીદી કરે છે ત્યારે નવા નંબર લેવાની પ્રોસીજરમાં તે સી.એન.એ. ફોર્મ ભરી શકે છે.

જયારે આર.ટી.ઓ. દ્વારા સીરીઝ ઓપન કરવામાં આવે ત્યારે અગાઉ નિયત સમય મર્યાદાની અખબારી યાદી મારફત અખબારોમાં જાણ કરવામાં આવે છે. પરિવહન gov.in ઉપરથી  વાહનના મનગમતા નંબર માટે અરજી કરી શકાય છે. સમય મર્યાદામાં આવેલી અરજીઓમાં એક જ નંબર માટે બે કરતાં વધારે બીડર હોય તો તે હરાજીમાં પણ ભાડા  લઇને આગળની પ્રોસીઝટ પૂરી કરી શકે છે. આમ હરાજીમાં જે હાએસ્ટ બીડર હશે તે જેવું ઓનલાઇન પેઇમેન્ટ પુરુ કરશે ત્યારબાદ તેમને નિયત નંબરની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ આર.ટી.ઓ. ને વર્ષ 2020-2021 માં 5.25 કરોડ કરતા પણ વધારે આવક ફેન્સી નંબરમાંથી થઇ છે તેમ તેમણે જણાવ્યું હતું.

આરટીઓમાં કેશલેસ સુવિધા શરૂ

આર.ટી.ઓ ઓફીસર લાઠીયાએ નઅબતકથ સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે રાજકોટની મોટરીંગ પબ્લીક માટે સરકારની સુચનાથી લાયસન્સ અને વાહનોમાં કેશલેશ સુવિધાઓની પધ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ તો વાહનોને લગતી કામગીરીમાં આર.સી. બુક રીન્યુ કરાવવી લાયસન્સ રિન્યુ કરાવવા આ પ્રકારની કામગીરીઓ થતી હોય છે.

હાલમાં વાહનમાં લોન કેન્સલ કરવી નેશનલ પરમીટ લેવી, પરમીટ રીન્યુ કરવી જેવી કામગીરી કેશલેશ કરવામાંઆવી છે. સાથોસાથ ટ્રાન્સર્પો વાહનની માલીકી બદલાતી હોય ત્યારે પરમીટ કેન્સલ કરાવવા માટે આર.ટી.ઓ ઓફીસ ખાતે આવવું પડતુ હતુ પરંતુ હવે આ સુવિધા પણ કેશલેશ કરવામાં આવી છે. લાયસન્સ રિન્યુ લાયસન્સ રીપ્લેસમેન્ટ, લર્નિંગ લાયસન્સ અંગેની કામગીરીઓ પણ કેશલેશ કરવામાં આવી છે. તમામ સુવિધાઓ ફોરવ્હીલર અને ટુ વ્હીલર સહિતના તમામ વાહનો માટે અમલમાં મૂકાઈ છે. દરેક વ્યકિત પરિવહન જી.ઓ.ઈ.ઈન પરથી બંને સુવિધાના લાયસન્સ અને વાહન માટે લાભ લઈ શકે છે.

તમામ સુવિધાના ફલો ચાર્ટ સી.ઓ.ટી. ગુજરાત પર ઉપલબ્ધ છે. જેના દ્વારા અરજી આરટીઓ ઓફીસ ખાતે પહોચશે તે પણ સમય મર્યાદા પ્રમાણે યોગ્ય કામગીરી હાથ ધરી પોસ્ટ દ્વારા જે તે વ્યકિતના ઘરે આર.સી.બુક કે લાયસન્સ મોકલવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.