Abtak Media Google News

200 શ્રોતાઓની સરકારની મંજૂરી હોવા છતાં ઓછી સંખ્યાનો નિર્ણય

અબતક,રાજકોટ

દેશમાં  જાણે  કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કેસમાં વધારો થતો જાય છે અને લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા વધતી જાય છે. આવા સંજોગોમાં શક્ય તેટલી જાગૃતિ રાખવી અને કોરોના લીશમયહશક્ષય પાલન કરવું એ કોરોના મહામારી ફેલાતી અટકાવવા નો મહત્વનો ઉપાય છે.  પુજ્ય બાપુએ જયપુર ની રામકથા દરમિયાન  રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ ,  મુખ્યમંત્રીના અંગત સચિવ અને તેના ઉચ્ચતબીબો સાથે વાતચીત કરી હતી. અને એમણે પોતે રામકથામાં 200 શ્રોતાઓ માટેની મંજુરી મળેલ છે તેમ છતાં કોરોના ની મહામારી ફેલાતી અટકે એ દિશામાં પહેલ કરવા માટે શ્રોતાઓની સંખ્યા માં કાપ મૂકવાનું નક્કી કરેલ છે.  બાપુએ કહ્યું હતું કે કોઈ પહેલ કરે ન કરે હું અને મારા શ્રોતાઓ , મારી કથા વાટિકાના ફ્લાવર્સ, અમે આ દિશામાં એક દાખલો બેસે તેવો નિર્ણય થાય  એ માટે આગામી દિવસોમાં ધીમે ધીમે શ્રોતાઓની સંખ્યા ઓછી કરતા જાશું. અને એ પ્રમાણે અનેક શ્રોતાઓ આવતીકાલે કથા સ્થળ પરથી પરત ઘેર જવા નીકળી જશે.

સામાજિક અંતર જાળવી ભીડ એકદમ ઓછી કરવી, માસ્ક અને સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ કરવો એ કોરોનાને ફેલાતો અટકાવવા માટે આ ઉત્તમ પગલાઓ છે. પૂજ્ય બાપુએ આ દિશામાં પહેલ કરી અને 200 શ્રોતાઓની મંજૂરી આપવામાં આવી  હોવા છતાં શ્રોતાઓની સંખ્યા ઘટાડી આપણા સૌ માટે એક ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. બાપુએ કહ્યું હતું કે તેમની આગામી કથાઓમાં પણ જરૂર જણાયે શ્રોતાઓની સંખ્યા એકદમ ઓછી રાખી શકાય તેવું કરવામાં આવશે.  સરકારના આરોગ્ય વિભાગ અને કોરોના માટેનીતમામ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી આ રોગને ફેલાતો રોકવા પ્રયાસ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.