Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં  હજારો નાના રોકાણકારોને ફોરેક્ષમાં ઉંચા  વળતરની લાલચ આપી રાતાપાણીએ રોવડાવીને કરોડો રૂપીયાનું  સમય ટ્રેડીંગ  સહિત પેઢીના નામે કૌભાંડ  આચરવાનાં  ગુનામાં  સંચાલકો, એજન્ટ અને  મહિલા   સહિત   સાત શખ્સોની  રાજકોટની  અદાલતે જામીન અરજી  ફગાવી દઈ  નામંજૂર  કરતા કૌભાંડકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.સમય ટ્રેડીંગ, આશિષ કો-ઓપ. સોસાયટી, રામેશ્વર સોસાયટીના વિવિધ હોદેદારો

અબજો રૂપિયાના કૌભાડો કરી તમામ નાણાકીય સંસ્થાઓના હોદેદારોએ પોતાની જાતને થાપણદાર તથા ભોગ બનનાર તરીકે રજુ કરી જામીન મેળવવાનો પ્રયાસ કરેલ છે. આ આરોપીઓમાથી કોઈપણએ નાણાકીય સંસ્થાનોમા કેટલી રકમની ચાપણ મુકેલ છે તે પોલીસ તપાસ દરમ્યાન કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ થતુ નથી તે હકિકત પણ  અદાલતે ધ્યાનને લઈ જામીન રદ કર્યા છે.

આ કેસની હકિકત મુજબ નાણાકીય સંસ્થાઓએ હજારો થાપણદારો પાસેથી અબજો રૂપિયાના થાપણો ઉંચા વ્યાજદરની લાલચ આપી મેળવી હતી. આ થાપણો ચોકકસ સમયે પાકતી હોવાથી તે થાપણના નાણા વ્યાજ સહીત પરત ચુકવવાનો થતા હતા. આ નાણાકીય સસ્થાઓમા સમય ટ્રેડીંગ, આશિષ કો-ઓપ. સોસાયટી, રામેશ્વર સોસાયટી વિગેરેનો સમાવેશ થતો હતો.  અલગ અલગ પ્રકાર ભાગ ભજવતા આરોપીઓમા વિપુલ રતીલાલ વસોયા ગોપાલ લક્ષ્મણભાઈ રૈયાણી- ગોરધનભાઈ મકનભાઈ વાઘેલા (આશિષ ક્રેડીટ સોસાયટી), મહેન્દ્ર જમનાદાસ ધબ્બા આશાખૈન ધબ્બા (ઓમ ટ્રેડીંગ કા,,જામનગર), ચિરાગ વસતરાય મહેતા (માય મની સોલ્યુશન કા, ભાવનગર), દિપક રાધવજીભાઈ કોટડીયા (આશિષ કેડ઼ીટ સોસાયટી) વિગેરેનો સમાવેશ થતો હતો. આ તમામ આરોપીઓએ જી.પી.આઈ.ડી. અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ બાદ જામીન અરજીઓ રજુ કરીહતી.  સરકાર તરફે સ્પે. પી.પી.  સજયભાઈ કે. વોરાએ 2જુઆત કરેલ કે, આરોપીઓમાથી કોઈપણ આરોપીએ ઉચાપત કરનાર નાણાકીય સંસ્થાઓમાં તેઓએ કેટલી રકમની થાપણ મુશ્કેલ છે તે કોઈ જગ્યાએ જણાવેલ નથી. ઉપરાંત નાણાકીય સસ્યાઓમાથી આ આરોપીઓને મોટી રકમનું કમીશન તથા અન્ય સવલતો મળેલ હોવાનુ દસ્તાવેજી પુરાવાથી સ્પષ્ટ થાય છે. પોતે ફક્ત નાના હોદાઓ ધરાવતા હોવાની રજુઆત સબંધે જણાવવામાં આવેલ હતુ કે આ તમામ નાણાકીય સસ્થાઓનો ઉદેશ થાપણદારોની રકમ હડપ કરી જવાનો જ હતો તેથી તેઓએ આ તમામ આરોપીઓને ફક્ત નામ પુરતા હોદ્દેદાર બનાવવામા આવેલ હતા. આરોપીઓમાંથી કોઈપણ આરોપીએ કહેવાતા હોદા મુજબની કામગીરી કરેલ નથી પરંતુ  થાપણદારોને છેતર પીડી કરી ખોટો વિશ્વાસ ઉભો કરાવી થાપણો મુકવા માટે લલચાવવાની જ કામગીરી કરેલ હતી. આ સજોગોમાં આ આરોપીઓ થાપણદારોની રકમ ઓળવી જવામા સસ્થાઓના મુખ્ય પ્રયોજકો જેટલા જ જવાબદાર છે. વધુમા, દસ્તાવેજી પુરાવાઓથી આ આરોપીઓને નાણાકીય સંસ્થા તરફથી ખુબ જ મોટી 2કમ મળેલ હોવાનુ સાબિત થતુ હોય અને આ રકમ પરત ચુકવવા માટે આરોપીઓ તરફથી જયારે કોઈપણ પ્રકારની તૈયારી દર્શાવવામા ન આવે ત્યારે આ આરોપીઓએ નાણાકીય ઉચાપત ક2વામા અને કરાવવામા સભાનપણે ભાગ ભજવેલ છે તેમ સ્પષ્ટ થાય છે તેથી આવા આરોપીઓને જામીન આપી શકાય નહી, સરકાર તરફેની આ રજુઆતોને માન્ય રાખી , સ્પેશ્યલ અદાલતે આરોપીની જામીન અરજીઓ રદ કરી છે.આ કેસમા  સરકાર તરફે સ્પેશ્યલ પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સજયભાઈ કે. વોરા  રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.