રીક્ષા કે ચાલતું-ફરતું કાફે: ટીવી ફ્રીઝ સહિતની લકઝરી સુવિધા, ફેમસ ઓટો ડ્રાઈવરની જાણો કહાની

રીક્ષાની સફર લગભગ તમામ લોકોએ કરી જ હશે..!! પરંતુ હાલ એક એવી રીક્ષાનો વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે કે જેમાં બેસી સફર ખેડવાનું સૌ કોઈને મન થઈ જાય. એક એવી રીક્ષા કે જે માત્ર રીક્ષા નહીં પણ ચાલતું ફરતું કાફે ગણી શકાય. જેમાં તમામ ન્યૂઝપેપર, ટીવી મેગેઝીન, આઈપેડ, ચાર્જર એટલું જ નહીં એક નાનું ફ્રીજ પણ છે. છે ને કમાલની રીક્ષા..!! માત્ર રીક્ષા નહીં પણ આ રીક્ષાને આવો ગજબનો લુક આપી મજાની મુસાફરી કરાવનાર ડ્રાઇવરની પણ કમાલ છે.

કહેવાય છે ને કે, માણસની ઉત્સુકતા અને કંઈક અલગ કરી બતાવવાનું ઝુનૂન અશક્યને પણ શક્ય બનાવી દે છે. તે બધી બાબતો કરી શકે છે, પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. અત્યાર સુધીમાં તમે આવા અનેક ભારતીય લોકોની વાર્તાઓ સાંભળી હશે, પણ આ ભારતીય ઓટો ઓટો ડ્રાઈવર અંગે જાણી તમે પણ પ્રોત્સાહિત થઈ ઉઠશો. આ ડ્રાઇવર ચેન્નઈનો છે જેનું નામ અન્ના દુરૈઈ છે.

અન્ના દુરૈઈની આ ઓટો માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ છે. આ દિવસોમાં અન્ના દુરૈઈના ઓટોની સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ચર્ચા થઈ રહી છે. ઓફિશિયલ હ્યુમ્સ ઓફ બોમ્બએ તેમના એકાઉન્ટમાં અન્ના દુરૈઈના વીડિયોને પોસ્ટ કર્યો હતો. જે બાદ તેની વાર્તાએ લોકોનું દિલ જીતી લીધું હતું.

મોટિવેશનલ સ્પીકર- અન્ના

ચાલો તમને જણાવી દઈએ કે અન્ના દુરૈઈ નાનપણથી જ એક બિઝનેસમેન બનવા માંગતા હતા. પરંતુ આર્થિક અવરોધને કારણે, નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેમનું આ સપનું પૂર્ણ થઇ શકયું ન હતું. આ શક્ય થઈ શક્યું નહીં. એટલા માટે જ અન્ના મજબૂરીમાં ઓટો ડ્રાઈવર બન્યા, પરંતુ તેમણે અહીં પણ કંઇક અલગ કર્યું. અન્ના લોકોમાં એટલા લોકપ્રિય થઈ ગયા છે કે હવે તે મોટિવેશનલ સ્પીકર છે. એક વાત એ છે કે અન્ના 9 ભાષાઓના જાણકાર છે.