રાજકોટમાં રીક્ષાચાલક પર પ્રેમ સંબંધના મામલે હુમલો

બે સંતાનની માતાને ભગાડી જવા મુદ્દે યુવકને   પત્ની-પ્રેમી સહિત પાંચ શખ્સોએ ઢીબી નાખ્યો

નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઈવર પર તેની પત્ની,તેના પ્રેમી સહિત પાંચ શખ્સોએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કુવાડવા પોલીસે મારામારીના બનાવ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો રીક્ષા ચલાવતો સંજય પ્રહલાદ ચૌહાણ ( ઉ.વ 28 )એ ઘરે હતો. ત્યારે તેની પત્ની પૂજાબેન ચૌહાણ ,તેનો પ્રેમી કિરણ કનુભાઈ પરમાર, તેનો ભાઈ સાગર પરમાર સહિત પાંચ શખ્સોએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો.ઇજાગ્રસ્ત વાંજા યુવકે સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી. કુવાડવા પોલીસે યુવકનું નિવેદન લઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

રંગીલા સોસાયટીના સંજય ચૌહાણે  હોસ્પિટલ બિછાનેથી જણાવ્યું હતું કે તેને  12 વર્ષ પૂર્વે અમદાવાદની પૂજાબેન હીરાભાઈ પાટીલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.લગ્નબાદ સંતાનમાં એક પુત્ર – એક પુત્રી છે. પરંતુ આઠ માસ પૂર્વે પાડોશમાં રહેતો કિરણ કનું પરમાર તેની પત્ની પૂજાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. બન્ને જણા આઠ મહિના સુધી 25 વારીયા ક્વાર્ટમાં સાથે રહેતા હતા. જે બાબતે અગાઉ  યુવકે તેની પત્ની પૂજાબેને સાથે સમાધાન કરી માવતરે મોકલી હતી. જ્યાંથી પણ પૂજા ચૌહાણને તેનો પ્રેમી કિરણ પરમાર ભગાડી ગયો હતો.હાલ જુના મનદુ:ખ રાખી કિરણ પરમાર સહિત પાંચ શખ્સોએ મારમાર્યો હતો.જ્યારે કિરણ પરમાર પરણિત અને ત્રણ સંતાનનો પિતા છે.તેની પત્ની સેજલબેન ઉપલેટમાં માવતરે રહે છે.