Abtak Media Google News

રાઈડ ફોર સોઈલનો ગુજરાતનાં શહેરોમાં પ્રવાસ

વૈશ્વિક માટી બચાવો ચળવળના પ્રવાસના અનિસંધાનમાં અમદાવાદના બાઈકચાલકોઅ રાઈડફોર સોઈલની શરૂઆત કરી છે, જે 24 જૂને કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્ર ખાતે સદ્ગુરુ દ્વારા ફ્લેગ ઑફ કરવામાં આવેલા બે અઠવાડિયાના અભિયાનનો એક ભાગ છે.અમદાવદમાં શનિવારે વહેલી સવારે  સેવ સોઇલના 35 સ્વયંસેવકો અમદાવાદના ઢખઈઅ મેદાનમાંથી 5 બાઈકચાલકોને વિદાય આપવા માટે એકત્રિત થયા હતા. ગ્રામીણ ભારતમાં માટી બચાવો અભિયાનની પકડ વધારવા માટે આ બાઈકચાલકો ગુજરાતના વિવિધ શહેરોમાં મુસાફરી કરવા માટે અન્ય ઘણા લોકો સાથે જોડાશે.

આ બાઈકચાલકો ગુજરાતના અમદાવાદ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, હાલોલ જેવા શહેરોને આવરી લેતા, દરેક શહેરમાં સ્થાનિક કાર્યક્રમો દ્વારા માટી બચાવો અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા માટે સામાન્ય લોકોને શિક્ષિત કરશે.

3 દિવસની મુસાફરીમાંથી પ્રથમ દિવસે, સવારો સૌપ્રથમ આણંદમાં બી એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેરામેડિકલ ખાતે રોકાયા અને કોલેજના મેડિકલ ડાયરેક્ટર  અતિત કાંટાવાળા તથા ટ્રસ્ટી   અન્વેશ પટેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં 120 વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.. તેમના સંબોધનમાં, ડાયરેક્ટરે ઉદાહરણો આપ્યા, જેમ કે, માટીના સ્વરૂપમાં ફૂગ આપણા જીવનથી મૃત્યુ સુધી આપણી સાથે કેવી રીતે સંકળાયેલી છે અને કહ્યું, “જંતુનાશકો અને રાસાયણિક ખાતરો જમીનમાં સમાવિષ્ટ થવાને કારણે કેન્સરના કેસોમાં વધારો જોવા મળે છે અને આ રસાયણો પણ જમીનના અવક્ષયમાં ભૂમિકા ભજવે છે.”અમૂલના એમ ડી  અમિત વ્યાસે તેમના આણંદ પ્લાન્ટમાં બાઈકચાલકોનું સ્વાગત કર્યું હતું અને 450થી વધુ સહભાગીઓને ઝુંબેશની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા જે જમીનના રણીકરણના મુદ્દાને સંબોધિત કરે છે. ત્યારબાદ બાઈકચાલકો આણંદના ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખાતે પહોંચ્યા અને એક સભાને સંબોધિત કરી  હતી.

ત્યારબાદ મોરબીમાં, વાઈસ ગવર્નર રમેશ રૂપાલા અને લાયન્સ ક્લબ દ્વારા મોરબી મુખ્ય બજાર વિસ્તારમાં બાઈકચાલકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાયન્સ ક્લબમાં મુખ્ય અતિથિ  એ સમગ્ર ભારતમાં આ અભિયાનને પહોંચવાડવાની જરૂરિયાત અને તાકીદ વિશે વાત કરી હતી. તેમજ તેમણે આ અભિયાનની સફળતા માટે શુભકામના પાઠવી હતી તથા આગળ જણાવ્યું કે, જો આગળ મોકો મળશે .

સ્વયંસેવકોનો બીજો સમૂહે આજે વડોદરા-આણંદ-વીવી નગર રૂટ પર શરૂઆત કરી છે અને આગામી બે દિવસમાં હાલોલ, પાવાગઢ, તિલકવાડા, કેવડિયા અને પોઇચાને આવરી લેશે.રાઈડ ફોર સોઈલ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ લોકોને, ખાસ કરીને ખેડૂતોને, સમગ્ર ગ્રહ પર ઝડપથી માટીના લુપ્ત થવા વિશે શિક્ષિત કરવાનો છે અને વ્યક્તિઓને પગલાં લેવા અને જમીનમાં કાર્બનિક સામગ્રીને સુધારવા માટે જરૂરી નીતિઓ અમલમાં મૂકવા સરકારોને સમર્થન આપવા માટે આમંત્રિત કરવાનો છે.

24મી જૂનના રોજ, ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્ગુરુએ આદિયોગીની સામે બાઇકચાલકોના જૂથને ફ્લેગ ઑફ કર્યું, આ જ જગ્યાએ તેમણે એક સોલો રાઇડર તરીકે માટી માટે તેમની 100 દિવસની લાંબી યાત્રાનું સમાપન કર્યું હતું, જે 21મી માર્ચે લંડનમાં શરૂ થઈ હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વના 27 દેશો અને ભારતના 10 રાજ્યોમાંથી પસાર થયા છે. આ બાઈકચાલકો ચળવળનો સંદેશ ફેલાવતા લગભગ 100 શહેરોને આવરી લેવા માટે દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.