લોખંડના કાચા માલના ભાવ વધારાથી રોજગાર અને અર્થવ્યવસ્થામાં ગંભીર ફટકો

ઓલ ઇન્ડિયા એમ.એસ.એમ.ઇ. ફેડરેશનના પ્રમુખ મગનભાઇ પટેલ દ્વારા વડાપ્રધાન સહિતના કેન્દ્રીય મંત્રીઓને લેખિત રજુઆત

ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશનના પ્રમુખ મગનભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલીયમ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્રો લખી એક નિવેદનમાં જણાવ્યું છે કે આર્યન એન્ડ સ્ટીલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી શરુ કરાયેલો ભાવ વધારો ડિસેમ્બર માસમાં પણ ચાલુ રહ્યો છે અને જુલાઇ ૨૦૨૦ થી દર મહિને સતત પ્રતિ ટન રૂ. ૭૫૦૦ થી ૮૦૦૦ સુધીનો ભાવ વધારો અને બીજા રાઉન્ડમાં નવેમ્બરથી પ્રતિ ટન ૮૦૦૦ થી ૧૨૦૦૦ નો વધારો આવી પડયો છે. જેને લઇને વાહન ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ આયર્ન ઓરના ભાવમાં ખાસ વધારો થયો નથી પણ માંથ ઊંચી રહેતા કંપનીઓ છેલ્લા કેટલાક મહિનાથી ભાવ વધારો કરી રહી છે. તાજેતરમાં ભાવ વધારા સાથે હોટ રોલ્ડ કોઇલના ભાવ પ્રતિ ટન વધી રૂ. ૪૭૦૦૦ પહોંચી ગયા છે સ્ટીલ અને આર્યનના ર૦ ટકા ભાવ વધવાથી આજે ડાયરેકટર એકસપોર્ટ, લોકલ પ્રોડકટ જેવા કે રેલવે, હાઉસીંગ, એરપોર્ટ, ઇન્ફ્રાસ્ટકચર,  એગ્રિકલચર ઇકયુપમેન્ટ જેવી ૬૦૦૦ પ્રોડકટને મશીનરીની જરુર પડે છે. જેનો આધાર ફકત સ્ટીલ પર રહેલો છે. તેના ઉ૫ર ભારે અસર પડી છે. આજે ગ્લોબલ કોમ્પીટીશનમાં ટકવા જો સ્ટીલનો ભાવ ગ્લોબલ માર્કેટથી ઉપર જશે તો આપણા દેશમાં સ્ટીલથી બનતા સાધનોને અસર થશે. આથી દેશની રોજગારી તેમજ અર્થવ્યવસ્થા પર મોટો ફટકો પડશે. દેશની ઇકોનોમીનું નિકંદન નીકળી જશે તેમ જ બેકારીમાં વધારો થશે. સ્ટીલનો ભાવ વધારો ફેકટરીને ર મહિના સુધી અસર કરશે પણ ભારણ ૧૩૦ કરોડ દેશની જનતા પર પડશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ ભાવ વધારા અંગે લખેલ પત્રોને ત્રણ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાંંય કોઇપણ પ્રકારની ચર્ચા વિચારણા થઇ નથી. સરકારને સુચન છે કે સ્ટીલ ઉત્પાદકોના કાર્ટેલ તોડવા સ્ટીલ ઉત્પાદન માટે આર્યનઓરમાંથી સ્ટીલ બનાવવા માટે ખયભિંજ્ઞસ  ની જરુરી પડે છે. જે ચાઇના, ઓસ્ટ્રેલીયાથી ઇમ્પોર્ટ થાય છે જેની પર ડમ્પીંગ ડયુટી ઘટાડવી, બીજા દેશોમાં  સસ્તુ સ્ટોલ ઇમ્પોર્ટ કરવું જેના આધારે સ્ટીલનો ભાવ ઘટી શકે સ્ટીલનું એકસપોર્ટ બંધ કરવું જોઇએ કાચા માલને બદલે તૈયાર પ્રોડકટમાં દેશને રોજગારી અને ટેક્ષ રેવન્યુ સરકારને મળે છે આ વિશે ગંભીર ચર્ચા વિચારણા કરવાની ખાસ જરુર છે.