Abtak Media Google News

રાજયમાં નવા 737 કેસ નોંધાયા: એકનું મોત એકિટવ કેસનો આંક 4274એ આંબ્યો

સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરૂવારે નવા 115 કેસ નોંધાયા હતા. જોકે રાજયમાં પણ કોરોના મોઢુ ફાડી રહ્યો છે. ગઈકાલે નવા 737 કેસ મળી આવ્યા હતા. અમદાવાદ શહેરમાં કોરોનાથી એક વ્યકિતનું મોત નિપજયું હતુ. જોકે બુધવારની સરખામણીનવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.

રાજયમાં ગુરૂવારે કોરોનાના નવા 737 કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં 115 લોકો સંક્રમીત થયા છે. જયારે 687 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા રાજયમાં હાલ 4274 એકિટવ કેસ છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 4271 દર્દીઓની હાલત સ્થીર છે. રાજયમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા 306 કેસ, સુરતમાં 93 કેસ, વડોદરામાં નવા 63 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, ભાવનગરમાં 36 કેસ, રાજકોટમાં 30 કેસ, મહેસાણામાં 28 કેસ, કચ્છમાં 17 કેસ પાટણમાં નવા 16 કેસ, અમરેલી જિલ્લામાં નવા 13 કેસ, જામનગરમાં નવા 11 કેસ, મોરબીમાં 11 કેસ, નવસારીમાં 11 કેસ, ભરૂચમાં 8, બનાસકાંઠામાં 6, આણંદ અને ખેડામાં 5-5 કેસ, દેવભૂમી દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 4-4 કેસ, ગીર સોમનાથ, પોરબંદર, સાંબરકાંઠામાં ત્રણ ત્રણ અરવલ્લી, પંચ મહાલ અને વાપીમાં બે બે કેસ નોંધાયા છે. અમદાવાદમાં ગઈકાલે એક દદીનું મોત નિપજતા રાજયમાં અત્યાર સુધીમાં 10951 લોકોને કોરોના ભરખી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.