Abtak Media Google News

અબતક, રાજકોટ

શહેરમાં કોરોનાના સતત વધતાં કેસ વચ્ચે જાણે ડેંન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયાના તાવ ડરીને ભાગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન શહેરમાં સમ ખાવા પૂરતો એકપણ કેસ મેલેરિયા, ડેંન્ગ્યૂ કે ચીકનગુનિયાનો નોંધાયો નથી. બીજી તરફ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હવે ડોગબાઇટના કેસ જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન મચ્છરોની ઉત્પતી સબબ 272 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 872 કેસ, સામાન્ય તાવના 413 કેસ, ઝાડા-ઉલ્ટીના 57 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતી સબબ 272 આસામીઓને નોટિસ

ગત્ કોઇ કારણોસર રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર ન કરનાર કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરની એકપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ડેંગ્ન્યૂ, મેલેરિયા કે ચીકનગુનિયાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. સામાન્ય શરદી-ઉધરસના 872 કેસો નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 413 કેસ, ઝાડા-ઉલ્ટીના 57 કેસ, ટાઇફોઇડના 5 કેસ અને કમળાનો એક કેસ નોંધાયો છે. આશ્ર્ચયજનક રીતે ડોગબાઇટના કેસ જાહેર કરવામાં આવ્યા નથી. શહેરમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા કે ચીકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી.

છતાં મચ્છરની ઉત્પતી અંગે 272 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને મચ્છરના નાશ માટે 8,918 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. 796 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.