Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા અને દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ- શ્રમ અને રોજગાર મંત્રાલય- ભારત સરકારના ઉપક્રમે DAY-NULM પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત પ્રોજેક્ટ શાખા તથા NULM યોજનાના કર્મચારીઓ માટે તા.૨૯/૧૧/૨૨નાં રોજ શ્રી હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી વેસ્ટ ઝોન ઓફીસ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મોટીવેશનલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

Whatsapp Image 2022 12 03 At 12.45.46 Pm

આ કાર્યક્રમમાં દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના એજ્યુકેશન ઓફિસરશ્રી એચ.આર જરીયાએ સમગ્ર મોટીવેશનલ ટ્રેનીંગ દરમ્યાન કઠીન પરીસ્થિતિમાં પણ સંસ્થાના હિતને ધ્યાને રાખી શહેરીજનો માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા ખુબ જ સરળ શૈલીમાં પ્રેરક તાલીમ આપી હતી. આ તકે દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના રીજીયોનલ ડાયરેક્ટરશ્રી પી. એસ. બેનરજી દ્વારા તમામ કાર્યક્ષેત્રની સેવાઓ થકી શહેરી ગરીબો, ફેરિયાઓ તથા અન્ય લાભાર્થીઓને સંતોષ મળે તે પ્રકારની કામગીરી કરી આગવી ઓળખ બને એ પ્રકારની કામમાં નિપુણતા કેળવવા જણાવેલ હતું. યોગ્ય સંકલન થકી નિર્ધારિત કામ થાય ત્યારે જ આપણે નિશ્ચિત ધ્યેય સુધી પંહોચી શકીએ અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થાય તે દિશામાં કામગીરી કરવા જણાવેલ હતું.

Whatsapp Image 2022 12 03 At 12.45.46 Pm 1

આ તકે પ્રોજેક્ટ શાખાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી કાશ્મીરાબેન ડી. વાઢેર દ્વારા પ્રોજેક્ટ શાખાની કામગીરી શહેરી ગરીબોને વિવિધ યોજનાના લાભ પ્રદાન કરી આશિષ મેળવવાની છે અને કરેલ કામગીરીનું શુભ ફળ ૧૦૦% મળશે જ એવી શ્રધ્ધા અને વિશ્વાસ વ્યક્ત કરેલ હતા. આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન દરેક કર્મચારીઓએ પોતાનો પરિચય આપી પોતાના કાર્યક્ષેત્રમાં થતી કામગીરી અને તે દરમ્યાનનાં સારા નરસા અનુભવો વર્ણવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.