રાજકોટ મોરબી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

રાજકોટ-મોરબી હાઈવે પર એક ગોઝારો અકસ્માત થયો છે જેમા ત્રણ વ્યક્તિના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુંસાર રાજકોટ- મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે જેમા બાઈક સવાર બન્ને યુવકોના મોત થયા છે અને એક ઈકોમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.